કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની દબંગાઈનો વીડિયો વાઈરલ, સ્થાનિક ચેનલના પત્રકારે બોર્ડ બેઠકમાં પ્રવેશ કરતા મામલો બિચક્યો

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ચીફ અધિકારીની દાદાગીરી આવી સામે….

કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની દબંગાઈનો વીડિયો વાઈરલ, સ્થાનિક ચેનલના પત્રકારે બોર્ડ બેઠકમાં પ્રવેશ કરતા મામલો બિચક્યો

પત્રકાર સાથે માથાકૂટ કરી ઓફિસરે માઇક તોડી નાખ્યું શું એ વ્યાજબી ગણાય?

પોતાના ગુસ્સાને આવી રીતે પ્રદર્શિત કરવો શું એક અધિકારીને શોભે?

ગાંધીનગરના કલોલ નગરપાલિકાની મળેલી બોર્ડ બેઠકનું કવરેજ કરવા ગયેલા સ્થાનિક ચેનલના પત્રકાર સાથે ચીફ ઓફિસર દ્વારા દબંગાઈ કરીને બૂમ-માઇક તોડી નાખ્યાની સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં રોડ રસ્તા તેમજ સાફ સફાઈને લગતા કામો અર્થેની બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનું કવરેજ કરવા માટે સ્થાનિક ચેનલના પત્રકાર ગયા હતા. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર નિતીનભાઈ બોડાત તેમજ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલે તેમને ન્યૂઝ કવર કરતા રોકવામાં આવ્યા હોવાનો હાર્દિક પ્રજાપતિએ આક્ષેપ કર્યો હતો.

આ અંગે હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે નગરપાલિકાની બોર્ડ બેઠકનું કવરેજ કરવા માટે ગયેલો હતો ત્યારે ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા મને કવરેજ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. બાદમાં ચીફ ઓફિસરને રૂબરૂ જઈ કારણ પૂછતાં ચીફ ઓફિસર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મારો વાંક કાઢીને આવેશમાં આવી જઈ માઇક જોરથી ટેબલ પર પછાડીને તોડી નાખ્યું હતું.

હાર્દિક પ્રજાપતિએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, નગરપાલિકા દ્વારા એક જ કોન્ટ્રાકટરને બધા કામોનો કોન્ટ્રાક્ટ આપવાની હિલચાલ માટે ખાસ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી. જે મિટિંગની વાતો બહાર આવી ના જાય તે માટે મને કવરેજ કરવા દેવામાં આવ્યું ન હતું.

તો બીજી તરફ ચીફ ઓફિસર દ્વારા કાંઈક અલગ જ વાત રજૂ કરવામાં આવી હતી. પરંતુ ચોથી જાગીર ગણાતા મીડિયાને આવી રીતે માઇક તોડી પોતાનો ગુસ્સો ઠાલવવો શું એક અધિકારીને શોભા આપે છે? ચેનલનું માઇક એ એક મીડિયા માટેની રોજી રોટી સમાન હોય છે શું આને આમ ટેબલ પર પછાડી તોડવું એ યોગ્ય ગણાય. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પત્રકારની વાત તો દૂર ઉલટાનું પત્રકાર પર કેસ ન કરવા બાબતે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહેલ છે. હાલ તો જે પ્રકારે ચીફ ઓફિસરની દાદાગીરીનો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે તે જોતા હવે ચીફ ઓફિસર પર કાર્યવાહી થશે કે પત્રકારને ફસાવામાં આવશે એ મુદ્દો મીડિયા જગતમાં ચગડોળે ચઢ્યો છે. હવે સાચું શું ખોટું શું એ સાચી તપાસમાં બહાર આવશે.

બાઈટ ચીફ ઓફિસર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •