અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં ભૂકંપના આચકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 બતાવાઈ છે. આ ઝટકા એટલા તેજ હતા કે, તે બાદ સુનામીની ચેતવણી જાહેર કરવી પડી છે. ઝટકાના કારણે ભયંકર તબાહીની આશંકા વ્યક્ત કરી છે. હાલમાં ભૂકંપથી થયેલા નુકસાનની જાણકારી માટે રાહ જોવી પડશે.
અમેરિકી જિયોલોજિકલ સર્વેએ રાતના 11.15 કલાકે જમીનથી નીચે 29 માઈલ નીચે ભૂકંપ અનુભવાયો હતો. તેની અસર કેન્દ્રથી કેટલીય કિમી દૂર સુધી જોવા મળી હતી. USGSના જણાવ્યા અનુસાર આ ઝટકા બાદ ઉપરાંઉપરી અન્ય બે ઝટકા પણ આવ્યા હતા, જેની તિવ્રતા 6.2 અને 5.6 બતાવાઈ હતી. છેલ્લા સાત દિવસમાં આ વિસ્તારમાં 100 માઈલની અંદર 3ની તિવ્રતાથી પણ વધારેનો ભૂકંપ આવ્યો નથી.
