ચીખલી પોલીસ સ્ટેશનમાં બનેલ ઘટનાના સંદર્ભે આહવા ડાંગમાં વઘઇ સુબીર આહવા બંધનું એલાન કરવામાં આવ્યું હતું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*ચિખલી પોલીસ સ્ટેશનમાં બનેલી દુ:ખદ ધટના અંગે ડાંગ જિલ્લો રહ્યો સજ્જડ બંધ*


ડાંગ: ચીખલી પોલીસ સ્ટેશનમાં બનેલ ઘટનાના સંદર્ભે આહવા ડાંગમાં વઘઇ સુબીર આહવા બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને સખત રીતે વખોડી કાઢવામાં આવ્યું છે. ડાંગમાંથી આદિવાસી સમાજ અને બધા વેપારી મંડળો, સમાજ સેવકો, સમાજ ના આગેવાનો દ્વારા આદિવાસી સમાજમા આવી બીજી ઘટના ના બને સાથે સાથે લોકોને ન્યાય મળે એવા હેતુ સાથે લોકોનો ઘણો પ્રતિસાદ મળી રહ્યો છે આદિવાસી સમાજ સાથે બીજા બધા લોકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે.

ડાંગ જિલ્લાના વઘઈના બે યુવાનોના થયેલ મૃત્યુ અને પોલીસ દ્વારા થયેલ અમાનવીય કૃત્ય વિરુદ્ધ બધા લોકો ની એકતા બતાવવાનો વારો આવ્યો છે કારણ કે ઘણા આવા કેસો થશે એવું લાગી રહ્યું છે કારણ કે લોકો જો ના જાગશે તો આવા કેસો થશે જ લોકોને જાગૃત થવાની જરૂરિયાત ઉભી થવા પામી છે આ અત્યાચાર વિરુદ્ધની લડાઈ તો સમાજ દ્વારા લડવી જ પડશે જો આ લડાઈમાં બધા જ સમાજ દ્વારા ઘણા પ્રત્યાઘાતો પડ્યા છે આવા કેસો પોલીસ સ્ટેશન મા ના થાય તેને તકેદારી પણ ત્યાંના અધિકારીઓ દ્વારા રાખવામાં આવશે એવું સમાજ અને સંગઠનો વિચારી રહ્યા હોય એવું લાગે છે લોકો સંગઠિત થશે તો સમાજ નો વિકાસ થશે ચીખલી પોલીસ સ્ટેશન મા એવું જાણવા મળેલ છે કે રાત્રે ના સમયે લાઈટ ગયેલ હતી તો આવા મોટા શહેરમા લાઈટ જાય તો ત્યાંના અધિકારીઓ દ્વારા કોઈ ફોન કરવામાં આવ્યો હતો કે નઈ ? એક જોવા જઈએ તો ત્રણ કલાક સુધી લાઈટ જાય એવા સંજોગો કેવી રીતે બને આ તપાસનો વિષય છે ? ત્યાંના અધિકારીઓ દ્વારા તેના ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કેમ ના કરી? સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ન્યાય તો મળશે જ કારણ કે આખો સમાજ તેઓ ના પડખે ઉભો રહ્યો છે સાચો ન્યાય મળશે એવી આશા સરકાર પાસે થી મળી છે હવે જોવાનું રહ્યું લોકો જોશે કે સરકાર ?

TejGujarati