? ફરી કુદરતના ખોળે?
(Non-Fiction)
લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ચાતક/ મોતીડો/ Pied Crested Cuckoo / હિન્દી: पपीहा / સંસ્કૃત:चातक
કદ: ૧૨ ઇંચ/ ૩૨ સે.મી.
ચાતક પક્ષી અને મહાકવિ શ્રી કાળીદાસની મેઘદૂતમાં વિરહની વાત ભારતવર્ષ, એશિયા અને આફ્રિકામાં જોવા મળતું ચાતક એક કોયલના કુળનું પક્ષી છે. ચાતક પક્ષીનું નામ ખુબજ પ્રચલિત નામ પણ જોયું બહુ ઓછા લોકોએ હોય. આમેય પૌરાણિક કથાઓમાં અને લોકવાયકાઓમાં તેના વિશે ઘણી ભ્રામક કાલ્પનિક વાતો પ્રચલિત છે. કવિતા, સાહિત્ય અને ગીત સંગીતમાં ખુબજ આગવી અને કાલ્પનિક રીતે તેનો વ્યાપક રીતે ઉપયોગ જોવા મળે છે અને આવી વર્ષોથી ચાલી આવતી વાતોને લોકો સાચી પણ માની લે છે. ચાતક વિષે એક એવી વાત પ્રચલિત છે કે ચાતક પોતાના માથા ઉપર જે વિશિષ્ટ કલગી/ ચોટી હોય છે તેનાથી સીધું વરસાદનું પાણી પી લે છે, વરસાદના આવવવની રાહ જોતું હોય છે અને તે સતત ઊંચે જોઈને વરુણદેવતાને વિનંતી કરતુ હોય છે કે વરસાદ મોકલો અને મારી પ્યાસ બુઝાય. ભ્રામક વાત છે કે સ્વાતિ નક્ષત્રમાં તે વરસાદનું પાણી પી લે છે. કવિઓ તો એવુંયે લખે કે તેના ગળે છિદ્ર છે અને તેની ડોક ઊંચી કરે ત્યારે તે ગળાના છિદ્ર વાટે પાણી પી લે છે અને આવા કારણોસર એવી વાયકા પ્રચલિત છે કે યાયાવર/ પ્રવાસી પક્ષી, ચાતક દેખાય તેટલે ચાર પાંચ દિવસમાં વરસાદ આવે. ભારતવર્ષ, એશિયા અને આફ્રિકાના વિસ્તારમાં સામાન્યતઃ ચાતક જોવા મળે છે. ઉનાળો બેસવાની શરૂઆત થાય તેટલે તે સ્થળાંતર કરીને માફક આવતા વિસ્તારમાં પહોંચી જાય. તેઓ સુમધુર અને ખુબજ મીઠું પી.....પ્યુ, પી.....પ્યુ બોલતું એકબીજાની પાછળ ઉડતું જાય છે અને બોલતું જાય છે. છેક દક્ષિણ આફ્રિકાથી લગભગ ૧૫૦૦ થી ૨૦૦૦ કિલોમીટરનો લાંબો પ્રવાસ કરીને ભારતના વિવિધ વિસ્તારમાં ચોમાસાના આગમનના સમયે પહોંચી જાય છે. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં શિયાળો શરુ થાય તે પહેલા પોતાને વતન પાછા જતા રહે છે. તેવી રીતે ભારતના તેમના શિયાળાની ઋતુના કાયમી વિસ્તારમાંથી બીજા અનુકૂળ વિસ્તારમાં ભારતમાં ચોતરફ ફેલાઈ જાય છે. ભારતના હિમાલયના પ્રદેશમાં, દક્ષિણ આફ્રિકામાં અને આફ્રિકાના સહારાના વિસ્તારમાં તેમનો કાયમી વસવાટ જોવા મળે છે. ફ્રાન્સ જેવા દેશમાં ખ્રિસ્તીઓના ડોમીનસીઅન ધર્મ પ્રચારક હોય છે તેઓ હંમેશા સફેદ અને કાળા કપડાં પહેરે છે અને તેમને તેવા વસ્ત્રોમાં જોઈને લોકો પીંછાળા ચાતકને યાદ કરે છે. ચોમાસાની તેમની પ્રજનનની ઋતુમાં તેઓ સફેદ રંગના ઈંડા મૂકે છે અને તેવા સમયે તેઓ ખુબ બોલકણા બની જાય છે તે સમયે લોકોનું ધ્યાન તેમના તરફ અચૂક જાય છે. પ્રજનનની ઋતુમાં તેઓ એકબીજાને પ્રેમથી ખવડાવતા જોવા મળે છે. કોયલના કુળનું ચાતક સવારના સમયે કોયલની જેમ હંમેશા બીજા પક્ષીના માળામાં ઈંડા મૂકે છે. તેવા સમયે નર ચાતક પક્ષીની નજર ચૂકવે છે અને પાછળ માદા તે પક્ષીના માળામાં ઈંડુ મૂકી દે છે. ચાતક બે ઈંડા મૂકે છે. કોયલની જેમ ચાતક પોતાનું ઈંડુ મુક્તિ વખતે બીજા પક્ષીનું ઈંડુ ફેંકી નથી દેતી. ચાતકના ઈંડાનો રંગ લેલા પક્ષીના ઈંડાના રંગને મળતો આવે છે અને લેલા અને બુલબુલ જેવા પક્ષીના માળામાં તે ઈંડા મૂકી દે છે. બીજા પક્ષી પોતાનું બચ્ચું સમજી તેને ઉછેરે છે અને ત્યાર બાદ ઉડવાને સક્ષમ થાય તેટલે ઉડી જાય છે અને ચાતકના કુળમાં ભળી જાય છે. બચ્ચું જન્મે ત્યારે આછા ગુલાબી રંગનું હોય છે અને ત્યારબાદ તે ઘેરા પર્પલ રંગનું થઇ પછી બચ્ચું કથ્થઈ રંગનું બની જાય છે. તેમના માટે એવી પણ માન્યતા છે કે દિવસે પોતાના સાથીદાર જોડે રહે છે અને રાત્રે જુદા રહે છે. શ્રીલંકા વગેરેમાં તેમની જુદી પ્રજાતિ પણ હોય છે જે તેમના દેશના જુદા જુદા ભાગમાંથી બીજે સ્થળાન્તર કરી જાય છે. રૂપાળા ચાતકનો શરીરના પેટાળનો ભાગ સફેદ હોય છે અને બાકીનો ઉપરનો ભાગ કાળો હોય છે. તેના રંગને કારણે બાળકો તેને ધોળું - કાળું પક્ષી પણ કહે છે. દેખાવે ઘણું નમણું હોય છે. પાંખોમાં ધોળું ધાબુ હોય છે. પૂંછડી લાંબી, કાળી અને ચાડ ઉતર પીંછાવાળી હોય છે. માથાની કલગી અને ચાંચ કાળી હોય છે અને પગ સ્લેટિયા રંગના હોય છે. કદ લગભગ કાબર કરતાં મોટું હોય છે. ઝાડીમાં વસનાર નર ચાતક અને માદા ચાતક લગભગ સરખા દેખાય છે. ખોરાકમાં તેઓ જીવડા, ઈયળો અને ફરફળાદી ખાતા હોય છે. મહાકવિનો શ્રી કાળીદાસે મેઘદૂતમાં વિરહની વાતમાં ચાતકનો એક રૂપક તરીકે ઉપયોગ કર્યો છે. અષાઢની વાત આવતાં જ આકાશમાં છવાયેલા વાદળ જોઈ પોતાની પ્રિયતમાને મળવા આકુળવ્યાકુળ થયેલો યક્ષ શ્યામલ મેઘને પોતાનો સંદેશાવાહક દૂત બનાવી લે છે તે વાતમાં ચાતકનો ઉલ્લેખ છે. "રે રે ચાતક ભર્તુ હરિનો શ્લોક બહુ પ્રખ્યાત છે પણ તે સાચું નથી". રામાયણ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ચાતક પક્ષિનો બહુધા ઉલ્લેખ આવે છે.
“લોચન ચાતક જિન્હ કરી રાખે, રહહિ દરસ જલ-ધર અભિલાખે” આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે....
(કવિ શ્રી તુષાર શુક્લનું સુપ્રસિદ્ધ ગીત)
(ફોટાગ્રાફ: શ્રી સેજલ શાહ ડેનિયલ, શ્રી મનીષ પંચાલ અને વિડિઓ: શ્રી રાહીલ પટેલ.)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve
[23/07, 7:48 am] JAGAT KINKHAB: In the Lap of Nature
(Nonfiction)
Author: Jagat Kinkhabwala (Save the Sparrows/Ghar Chidiya)
Author – Save the Sparrows
https://www.facebook.com/jagatkinkhabwala
Pied Crested Cuckoo
Sanskrit: Kapijjal
Length: 12 inches/ 32 cm.
The poet Kalidas used pied cuckoo bird in his ‘Meghdoota’ as a metaphor for separation or deep yearning.
Pied cuckoo, found in India, Asia and Africa, is a bird of the cuckoo family. The name of pied cuckoo bird is very popular but very few people have seen it.
There are many fictional mentions of this bird in mythology and folklore. Its use is widely seen in poetry, literature and lyrics in a very unique and periodical way and people also accept such things as true for many years.
One such famous thing about pied cuckoo is that, it drinks rain water through the distinctive beak above its head. It waits for the rain and constantly looks up and preys to Varundev to send rain and quench its thirst. The misconception is that it drinks rain water in Swati Nakshatra (Arcturus). The poet also writes that there is a hole in its throat and it raises its neck high, and then drinks water through that hole. For such reasons it is famous that, it starts raining in four to five days when the migratory bird pied cuckoo is spotted.
Pied cuckoo bird is commonly seen in the expanses of India, Asia and Africa. It migrates to favorable places in early summer. The call is a ringing series of pee…piu, pee…piu and fly behind one another.
After a long migration of about 1500 to 2000 km from South Africa, it reaches various parts of India at the time of arrival of rains. It flies back to its homeland before winter starts in the month of September, October. In this way, out of the permanent extension of their winter season in India, they spread all around India in a favorable extension. It has a permanent settlement in the Himalayan region of India, in South Africa and in the Sahara extension of Africa.
In countries like France, there are preachers of Christianity, and they always wear white and black clothes and seeing them in such clothes, people remember pied cuckoo with wings.
During their breeding season in the rain, they lay eggs of white colour and they become very vocal during this period. Because of this people surely take notice of them. In the breeding season, they are seen feeding each other.
Pied cuckoo, belonging to the cuckoo family, lays its eggs in the nest of other birds in the morning. At such a time, the male pied cuckoo diverts the attention of the other bird and the female cuckoo lays an egg in its nest.
Pied cuckoo lays two eggs. Like the cuckoo, the pied cuckoo does not throw the egg of another bird while laying its egg. The colour of the eggs matches those of the host eggs and they mostly lay eggs in the nest of blabber bird and bulbul. The host bird takes care of the eggs considering them as their own and when the egg hatches and the bird is ready to fly, they go and join their own clan of pied cuckoo birds. When the egg hatches, the chick is light pink in colour and then turns dark purple and as it grows it becomes brown in colour.
It is believed that, the pied cuckoo stays with its partner during the day time and lives separately during nights. There is a different species of the bird in Srilanka and other places that migrate to different countries other than their country of origin.
The lower part of the body of the beautiful pied cuckoo bird is white and the rest of the upper part is black. Because of its colour, children also call it black and white bird. It is beautiful in appearance, the feathers have white spots, the tail is long, black and with ascending and descending feathers. The crown on the head and beak are black and the feet are grey in colour. The height of the pied cuckoo is bigger than that of a myna. The male and female pied cuckoos, living in the bushes, look almost identical. In the diet, they eat insects, caterpillars and fruits.
The great poet Shri Kalidas has used pied cuckoo as a metaphor to show the separation in one of his works ‘Meghdoot’. During the fourth month of Hindu calendar, seeing the clouds covered in the sky, Yaksha Shyamal, who is distraught to meet his beloved, makes the cloud a messenger carrying his message, in that matter pied cuckoo has been mentioned.
A shloka by Bharthari –‘re re chaatak’ is very popular but is not true.
There is a lot of mention of pied cuckoo bird in mythological texts like Ramayana too.
“लोचन चातक जिन्ह करि रखे, रही दरस जल-धर अभिलाखे”
Pied cuckoo sitting in his eyes says that my rainy season is somewhere near. (A famous song by poet Sri Tushar Shukl)
(Photographs: Sri Sejal Shah Daniel, Sri Manish Panchal and Video courtesy: Sri Rahil Patel)
Come; let’s breathe a sigh of relief in the lap of nature.
Love-Learn-Conserve
[23/07, 7:48 am] JAGAT KINKHAB: कुदरत की गोद में एकबार फिर
(Nonfiction)
लेखक : जगत कीनखाबवाला (सेव ध स्पेरोज़/ घर चिड़िया )
Author Save The Sparrows
https://www.facebook.com/jagat.kinkhabwala
चातक, सारंग / Pied Crested Cuckoo / संस्कृत : कपिज्जल
कद : 12 इंच/ 32 से.मि.
चातक पक्षी और महाकवि श्री कालिदास के मेघदूत में विरह की बात
भारत, एशिया और अफ्रीका में पाया जाता चातक कोयल के कुल का एक पक्षी है. चातक पक्षी का नाम बहुत प्रचलित है लेकिन देखा बहुत कम लोगों ने है.
वैसे भी पौराणिक कथाओं में और लोककथाओं में उसके बारे में कई काल्पनिक बातें प्रचलित है. कविता, साहित्य और गीत संगीत में बहुत अनोखे और कालनिक रूप से उसका उपयोग व्यापक तौर पर देखने को मिलता है और ऐसी कई सालों से चली आ रही बातों को लोग सच भी मान लेते है.
चातक के बारे में एक ऐसी बात प्रसिद्ध है की चातक अपने सर के ऊपर जो विशिष्ठ चोटी होती है, उसके ज़रिये बारिश का पानी पी लेता है, बारिश का इंतज़ार करता है और वह निरंतर ऊपर देख कर वरुणदेव को बिनती करता है कि बारिश भेजो और मेरी प्यास बुझाओ. गलत फहमी यह है की स्वाति नक्षत्र में वह बारिश का पानी पी लेता है. कवि यह भी लिखते है की उसके गले में छेद होता है और उसकी गरदन ऊँची करता है, तब उस छिद्र के ज़रिये पानी पी लेता है और ऐसे कारणों से ऐसी बात प्रसिद्ध है की प्रवासी पक्षी, चातक दिखे उसके चार पांच दिनों में ही बारिश आती है.
भारत, एशिया और आफ्रिका के विस्तारों में आम तौर पर चातक पक्षी देखने को मिलता है. गर्मिओं की शुरुआत में स्थानांतर करके वह अनुकूल विस्तार में पहुँच जाता है. वह सुमधुर और बहुत मीठा पी….प्यु, पी….प्यु, बोलता एक दूसरे के पीछे उडता जाता है और बोलता जाता है.
दक्षिण अफ्रीका से करीबन 1500 से 2000 किलोमीटर का लम्बा प्रवास करके भारत के विविध विस्तारों में बारिश के आगमन के समय पहुँच जाता है. सितंबर अक्टूबर महीने में सर्दियाँ शुरू हो, उससे पहले वह अपने वतन वापिस चला जाता है. इस प्रकार भारत में उनके सर्दियों की ऋतु के स्थायी विस्तार में से दूसरे अनुकूल विस्तार में भारत में चारों तरफ फ़ैल जाता है. भारत के हिमालय के प्रदेश में, दक्षिण अफ्रीका में और अफ्रीका के सहारा विस्तार में उसका स्थायी बसेरा होता है.
फ़्रांस जैसे देशों में ईसाई धर्म के प्रचारक होते है, और वह हमेशा सफ़ेद और काले कपड़ें पहनते है और उन्हें ऐसे वस्त्रों में देख कर लोग पंखों वाले चातक को याद करते है.
बारिश में उनके प्रजनन की ऋतु में वह सफ़ेद रंग के अंडे रखते है और ऐसे समय में वह बहुत बोलने लगते है और ऐसे समय पर सबका ध्यान उन पर अवश्य जाता है. प्रजनन की ऋतु में वह एकदूसरे को प्यार से खिलाते हुए दिखते है. कोयल के कुल का चातक सुबह के समय कोयल की तरह अन्य पक्षी के घोंसले में अंडे रख देते है. ऐसे समय में नर चातक, अन्य पक्षी का ध्यान बटाता है और मादा पक्षी उसके घोंसले में अंडा रख देती है.
चातक दो अंडे रखते है. कोयल की तरह चातक अपना अंडा रखते समय अन्य पक्षी का अंडा फेंक नहीं देते. चातक के अण्डों का रंग वीणापक्षी के अण्डों से मिलता है और वीणापक्षी और बुलबुल के घोंसले में वह अंडे रख देते है. अन्य पक्षी अपना बच्चा समझ कर पालते है और उसके बाद उड़ने के काबिल होते है तब वह उड़ जाते है और चातक के समूह में मिल जाते है. बच्चा जन्म लेता है तब हलके गुलाबी रंग का होता है और उसकेबाद वह गहरे पर्पल रंग का हो कर फिर कथ्थई रंग का हो जाता है.
उसके बारे में माना जाता है की वह दिन में अपने साथी के साथ रहते है और रात को अलग रहते है. श्रीलंका वगैरह में उनकी अलग प्रजाति भी होती है, जो उनके देश के अन्य हिस्सों में से कहीं दूसरी जगह पर स्थानांतर कर देते है.
सुन्दर चातक पक्षी के शरीर के नीचे का हिस्सा सफ़ेद होता है और बाकी ऊपर का हिस्सा काला होता है. उसके रंग के कारन बच्चे उसे काला – गोरा पक्षी भी कहते है. दिखने में सुन्दर होता है. पंखो में सफ़ेद दाग होता है. पूंछ लम्बी, काली और चढ़ते उतरते पंखो वाली होती है. सर पर मुकुट और चोंच काली होती है और पैर स्लेटिया रंग के होते है. कद करीबन मैना से बड़ा होता है. झाड़ियों में बसते नर चातक और मादा चातक करीबन एक से दिखते है.
आहार में वह कीड़े, इल्ली और फल खाते है.
महाकवि श्री कालिदास ने मेघदूत में विरह की बात में चातक का एक रूपक के तौर पर उपयोग किया है. आषाढ़ की बात आते ही आकाश में छाये बादलों को देख अपनी प्रियतमा को मिलने व्याकुल हुआ यक्ष श्यामल मेघ को अपना संदेशा ले जाने वाला दूत बाना लेता है, उस बात में चातक का ज़िक्र हुआ है.
रे रे चातक – भृतहरि का श्लोक बहुत प्रसिद्ध है लेकिन वह सच नहीं.
रामायण जैसे पौराणिक ग्रंथो में भी चातक पक्षी का बहुत उल्लेख आता है.
“लोचन चातक जिन्ह करी रखे, रहहि दरस जल-धर अभिलाखे”
आँखों में बैठे चातक कहते है की मेरी वर्षाऋतु कहीं आसपास है. (कवि श्री तुषार शुक्ल का प्रसिद्ध गीत)
(फोटोग्राफ: श्री सेजल शाह डेनियल, श्री मनीष पंचाल और वीडियो : श्री राहील पटेल)
आओ कुदरत की गोद में राहत की साँस लें.
स्नेह रखें – सीखें – संजोयें
Love – Learn – Conserve