પ્રિય મિત્ર નરેશભાઈ દવે ગુજરાત યુનિવર્સિટીના Educational Multimedia Research Centre (EMRC),માં ડિરેકટર તરીકે આજથી ફરજનિષ્ઠ થયા. ખરેખર આ એક વધામણીના, આનંદના સમાચાર છે.
વરિષ્ઠ પત્રકાર-તંત્રી- મીડિયા હેડ શ્રી નરેશભાઈ નીવડેલા અને અનુભવી મીડિયાકર્મી છે.
આશરે 35 વર્ષના અનુભવ પછી તેઓ આ સ્થાને બિરાજમાન થઈ રહ્યા છે. તેમની પાસે 17 વર્ષ પ્રિન્ટ મીડિયાનો, 13 વર્ષ ઈલેક્ટ્રોનિક મીડિયાનો અને પાંચ વર્ષ ડિજિટલ મીડિયાનો અનુભવ છે. વળી, આ અનુભવ રણેકદાર, ખણખણતો અને જોરદાર. કાયમ તેમણે પોતાની હાજરી સરસ રીતે પૂરાવી. મૂળ મહેનતુ, સ્વાધ્યાયી, મિલનસાર અને લોકાભિમુખ માણસ. જે કરે તેમાં ઓગળી જાય. કોઈ દેખાડો નહીં અને કોઈ અભિમાન નહીં. ચૂપચાપ કામ કરે, જોકે કામ બોલે જ.
તેમની કાર્યનિષ્ઠા અને વિદ્યાર્થીપ્રિયતાને આજે પણ અનેક લોકો યાદ કરે છે.
જેમના અનેક શિષ્યો મીડિયામાં ઠેર ઠેર સુંદર કામ કરી રહ્યા છે તેવા, સેંકડો વિદ્યાર્થીઓના ગુરુજન,
આજે ગુરુપૂર્ણિમાના સપરમા દાડે વિદ્યાકીય સંસ્થામાં જોડાઈને ફરજનિષ્ઠ થયા છે તે યોગાનુયોગ છે.
શ્રી નરેશભાઈ દવેને પૂરેપૂરા 11 દરિયા ભરીને અભિનંદન. ભગવાન આપને નિરામય દીર્ઘાયુ આપે
અને 35 વર્ષમાં આપના અનુભવનો નીચોડ-નવનીત આપ નવી પેઢીને વિવિધ રીતે સંવાહિત
કરી શકો તેવી પ્રાર્થના.
- રમેશ તન્ના