મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર દ્વારા આજે એક અનોખું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર દ્વારા આજે એક અનોખું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વાત છે અમિરો ના રોડની… સાંભળીને નવાઇ લાગે પરંતુ કર્ણાવતી ક્લબ થી મકરબા સુધી અમીરો નો આરસીસી રોડ નું ઉદઘાટન મેયર કિરીટ સોલંકીના હસ્તે ઉદ્ઘાટન કરાયું જેમા ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન હાજર રહ્યા અદાણી ગ્રુપ ને વહાલા થવા આ આરસીસી રોડને તેમના માતૃશ્રીના નામથી શાંતી પથ નામાંકરણ કરાયુ પરંતુ આ નામા કરણથી પ્રજાને અને કોર્પોરેશનને શુ ફાયદો થશે તે બાબતે પ્રશ્નાર્થ છે સાથે જ આ આરસીસી રોડ કેટલાના ખર્ચે તૈયાર થયો તે પણ કોર્પોરેશનના નેતાઓને જાણમા નથી…
આ આરસીસી રોડની વિશેષતા એ છે કે અમીરોના મકાન પૂર્ણ થતાની સાથે આર.સી.સી રોડ પણ પૂર્ણ થઈ જાય છે અને ત્યારબાદ આગળ બિસ્માર ડામરનો રોડ જોવા મળે છે કોર્પોરેશનની આ પ્રકારની નીતિના કારણે એક બાબત સ્પષ્ટ છે કોર્પોરેશન ની સેવાઓ અમીરો માટે છે પરંતુ મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોએ અનેક રજૂઆતો કર્યા બાદ પણ રોડ રસ્તા ગટર પાણીની સેવાઓ મહા મુશ્કેલીથી મળે છે

TejGujarati