એચ.એ. કોલેજમાં ગુરુપૂર્ણિમાનું
સેલીબ્રેશન યોજાઈ ગયુ

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી ધ્વારા ગુરુપુર્ણિમાનું સેલીબ્રેશન યોજવામાં આવ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે આ પ્રસંગે કહ્યું હતુ કે આધુનીક યુગમાં ગુરૂશિષ્યની પરંપરામાં થોડીક ઉણપ આવી છે. જેનું મુખ્ય કારણ આધુનીક જીવન જીવવાની પધ્ધતી, ઈન્ટરનેટ યુગ તથા પ્રોફેશનલ એપ્રોચ મુખ્ય છે. પ્રિ.વકીલે વધુમાં કહ્યું હતુ કે ભારતીય સંસ્કૃતી મુજબ આપણા સંસ્કાર તથા પરંપરા સચવાવી જોઈએ તથા તેનું સંવર્ધન પણ થવુ જોઈએ. જેથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે. કોલેજના પ્રા.મહેશ સોનારાએ વૈદીક કાળના ઉદાહરણો આપીને ગુરૂની ભૂમીકા તથા શિષ્યોની ફરજ વીશે વિસ્તૃત વાત કરી હતી. પ્રા.ચેતન મેવાડાએ વિચારો વ્યક્ત કરતા કહ્યું હતુ કે ગુરૂ ટોર્ચનું કામ કરે છે જે તમને સફળ જીવન જીવવાનો રસ્તો બતાવે છે. કોલેજના વિદ્યાર્થીઓએ દરેક ગુરૂનું તીલક ચંદન કરી પુષ્પગુચ્છ આપી પૂજન કર્યું હતુ. કોલેજના વિદ્યાર્થીઓએ પણ ગુરુપૂર્ણિમા ઉજવણીમાં સક્રિય ભાગ લઇ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

TejGujarati