બંગાળની ખાડીમાં ભારતીય નૌસેનાએ રોયલ નેવી કેરિઅર સ્ટ્રાઇક ગ્રૂપ સાથે હાથ ધરી કવાયત

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

બંગાળની ખાડીમાં ભારતીય નૌસેનાએ રોયલ નેવી કેરિઅર સ્ટ્રાઇક ગ્રૂપ સાથે હાથ ધરી કવાયત

અમદાવાદ: ભારતીય નૌસેનાએ 21થી 22 જુલાઇ 2021 દરમિયાન બંગાળની ખાડીમાં HMS ક્વિન એલિઝાબેથના નેતૃત્વ હેઠળ રોયલ નેવી કેરિઅર સ્ટ્રાઇક ગ્રૂપ (CSG)-21 સાથે બે દિવસીય દ્વીપક્ષીય પાસેજ કવાયત (PASSEX)માં ભાગ લીધો હતો. દ્વીપક્ષીય સમુદ્રી કવાયત બંને નૌસેનાના જવાનોને સમુદ્રી ક્ષેત્રમાં સાથે મળીને સંચાલન કરવા માટે તેમની ક્ષમતાઓ વધારે ખીલવી શકાય તેવી રીતે તૈયાર કરવામાં આવી હતી.

ભારતીય નૌસેના અને રોયલ નેવીના અદ્યતન એરક્રાફ્ટ વાહક, HMS ક્વિન એલિઝાબેથ વચ્ચે યોજાયેલી આ પ્રથમ કવાયતમાં CSG-21 ની સહભાગીતા સામેલ કરવામાં આવી હતી જેમાં ટાઇપ 23 ફ્રિગેટ્સ અને એસ્ટ્યૂટ-ક્લાસ સબમરીન સામેલ છે તેમજ અન્ય સરફેસ કોમ્બેન્ટન્ટ્સ પણ સામેલ છે. ભારતીય નૌસેનાને IN જહાજ સતપુરા, રણવીર, જ્યોતિ, કર્ણાવતી, કુલિશ અને એક સબમરીન સાથે રજૂ કરવામાં આવી હતી. એન્ટી-સબમરીન યુદ્ધ સક્ષમ લાંબી રેન્જના સમુદ્રી જાસૂસી એરક્રાફ્ટ P8Iએ પણ આ કવાયતમાં ભાગ લીધો હતો.

હિન્દ મહાસાગરમાં CSG-21ની ઉપસ્થિતિ સાથે, આ કવાયતે ASW, એન્ટી-એર અને એન્ટી-સરફેસ યુદ્ધ સહિત સમુદ્રી કામગીરીઓની સંપૂર્ણ વિવિધતાઓમાં જોડાવાની તક પૂરી પાડી હતી. આ કવાયત F 35 Bની પ્રથમ સહભાગીતાની પણ સાક્ષી બની હતી જેને HMS ક્વિન એલિઝાબેથના ડેક પરથી ઓપરેટ કરવામાં આવે છે.

વર્ષોથી યોજવામાં આવતા નિયમિત IN-RN સંવાદના કારણે સમયની સાથે સતત બદલાતા સુરક્ષા પરિદૃશ્યમાં તેમની પ્રોફેશનલ સામગ્રી, આંતર-પરિચાલન ક્ષમતા અને સ્વીકાર્યતામાં વધારો થયો છે. વર્ષોમાં પ્રાપ્ત કરવામાં આવેલી આંતર-પરિચાલન ક્ષમતાથી પ્રોફેશનલ વિનિમયની મિશ્રતા અને વ્યાપકતામાં જોરદાર ઉછાળો થયો છે જેને રોયલ નેવીના કેરિઅર સ્ટ્રાઇક ગ્રૂપ દ્વારા હિન્દ મહાસાગરમાં વધારે ઉન્નત કરવામાં આવી રહ્યો છે.

TejGujarati