પ્લાસ્ટીકનો કચરો વીણવાનું
કામ કરતાબે ઇસમોની કરપીણ હત્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

રાજપીપલા જુનાકોટ નીચે જુના અખાડા (મઠ)પાસે પ્લાસ્ટીકનો કચરો વીણવાનું
કામ કરતાબે ઇસમોની કરપીણ હત્યા

ડબલ મર્ડર કેસ અંગે લોકોમાં અનેક અટકળો વહેતી થઈ છે.

હત્યાનું વણ ઉલકયુ રહસ્ય

રાજપીપલા, તા23

રાજપીપલા જુનાકોટ નીચે જુના અખાડા (મઠ)પાસે પ્લાસ્ટીકનો કચરો વીણવાનું
કામ કરતાબે ઇસમોની કરપીણ હત્યાનો બનાવ રાજપીપલા મા બનવા પામ્યો છે.હત્યાનું વણ ઉલકયુ રહસ્ય અનેક અટકળો વહેતી થઈછે. આ અંગે રાજપીપલા પોલીસ મથકે ખૂનનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ફરીયાદ ફરિયાદી ભાવેશભાઇ સોમાભાઇ પ્રજાપતિ( ઉ.વ-૩૯ ધંધો- મજુરી રહે.રાજપીપલા વિશાલગા ભોયવાડ વેરાઇમાતાના મંદીર પાસે
તા.નાંદોદ જી.નર્મદા.)એ નોંધાવી છે.

બનાવની વિગત અનુસાર મરનારહસમુખભાઇ શંકરભાઇ વસાવા (હાલ રહે, રાજપીપલા કરજણબ્રીજ નીચે તા-નાંદોદ જિ.નર્મદા મુળ રહે,ભુજાડ ટેકરી તા-
નાંદોદ જિ-નર્મદા )તથા (૨) વાંસતીબેન રમેશભાઇ માલીયાભાઇ વસાવા (હાલ રહે, રાજપીપલા કરજણબ્રીજ નીચે તા-નાંદોદ જિ-નર્મદા)
બન્ને પ્લાસ્ટીકનો કચરો વીણવાનુંકામ કરતા હતા.તેઓ બન્ને જણાને કોઇ કારણસર કોઇ ઇસમ દ્વારા માથામાં ગંભીર ઇજા પહોચાડીબન્નેના મોત નીપજાવ્યા છે.રાજપીપલા પોલીસે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે આ બન્ને નું ક્યાં કારણ સર હત્યા કરવામાં આવી છે. આ હત્યારા કોણ છે? તેમની સાથે એમનો શો સબંધ છે? તેનું પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે. આ ડબલ મર્ડર કેસ અંગે લોકોમાં અનેક અટકળો વહેતી થઈ છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •