ભારતીય ધર્મપ્રણાલિમાં ગુરુ-શિષ્ય. – Dr Ramji Savalia.

સમાચાર

ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું મહત્ત્વ ઘણું ઊંચુ આંકવામાં આવ્યું છે. હિંદુધર્મમાં જ નહિ પણ જગતના ઘણાખરાં ધર્મોમાં ગુરુનું મહત્ત્વ ઈશ્વર જેટલું જ આંકવામાં આવ્યું છે. એટલું જ નહિ, પણ કેટલાક સગુણ સાક્ષાત્કારવાળા સંતોએ તો ગુરુને ઇશ્વરથીય ચઢિયાતા ગણીને ગુરુનો મહિમા ગાયો છે :

ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકો લાગું પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય.

આમ ઇશ્વરથી પણ ગુરુ ચઢિયાતા છે. કારણ કે ઇશ્વરનો સાક્ષાત્કાર ગુરુ દ્વારા જ શક્ય છે. ગુરુ એવી ચાવી બતાવે છે કે જેના વડે અંતરના બધાં જ તાળાં ઊઘડી જાય છે અને ઇશ્વરનો સાક્ષાત્કાર થાય છે. ગુરુ એવી રીતે બતાવે છે અને શિષ્યમાં એવો શક્તિપાત કરે છે કે જેને કારણે શિષ્યનું મન ઇશ્વરને અભિમુખ બને છે અને અંતે તે ઇશ્વરનો સાક્ષાત્કાર કરે છે. આપણા ધર્મ-ગ્રંથોમાં ગુરુનો મોટો મહિમાં ગાયો છે. જેમાં ગુરુને સાક્ષાત્ પરબ્રહ્મ કહ્યા છેઃ

ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વ૨ ।

ગુરુ:સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ || હિંદુધર્મમાં ત્રિદેવ-ત્રિમૂર્તિની ભાવના સ્વીકારાઈ છે. એટલું જ નહિ દરેક આસ્તિક હિંદુના હૃદયમાં એ ભાવના સનાતન રૂપે જીવંત રહેલી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવો દ્વારા સૃષ્ટિનું સર્જન, સંવર્ધન અને સંહાર થાય છે. એ ભાવ દરેક હિંદુના મનમાં દૃઢ થયેલો છે. આ દેવો હિંદુઓના આરાધ્ય દેવો છે. અને ગુરુને એ ત્રણ દેવોના સમાન ગણ્યા છે. જ્યારે સર્વવ્યાપક પરબ્રહ્મ કે જે સર્વના આધાર અને અધિષ્ઠાન રૂપે રહેલ છે, તે સાક્ષાત્ ગુરુ છે એમ કહ્યું છે. આ પરબ્રહ્મ એ જ ગુરુ અને ગુરુ એ જ પરબ્રહ્મ એમ કહી ગુરુને શાસ્ત્રોમાં સર્વવ્યાપક, સર્વત્ર, અનંત, અનાદિ, પદાર્થમાત્રના આધાર અને અધિષ્ઠાન, સર્વપ સામર્થ્યવાન અને સર્વજ્ઞ કહ્યાં છે.

ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્વરૂપ અને એમનો મહિમાં વેદકાળથી ગવાયો છે. તેમનું જીવન જ ઉપદેશ હોય છે. તેથી તેમના જીવન અને કથનને યથાર્થ સમજીને, અનુસરીને તથા આચરણમાં ઉતારીને મનુષ્ય આ ક્ષાત્કા કરી શકે છે.

ભક્તિ ભક્ત ભગવન્તગુરુ ચતુર્નામ વધુ એક,

તિન્હ કે પદ વંદન કિયે નાશૈ પાપ અનેક.

ભારતીય સંસ્કૃતિમાં ‘ગુરુ’ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. જેવા કે, ‘ગ’ એટલે

કે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં જે લઈ જાય તે ગુરુ.

ગુકારશ્વાકારો હિ રુકારસ્તેજ ઉચ્યતે । અજ્ઞાનગ્રાસકં બ્રહ્મ ગુરુદેવ ન સંશયઃ II ગુરુ એટલે અહેતુક દયાસિંધુ અર્થાત્ કોઈપણ હેતુ (સ્વાર્થ) વિનાનો દયાનો સાગર. ‘સ્વ’ સ્વરૂપનું ભાન કરાવે એનું નામ ગુરુ. સત્યનું જ્ઞાન કરાવે તે ગુરુ. ગુરુ એટલે માર્ગદર્શક.

આમ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શબ્દની મોટી કિંમત આંકવામાં આવી છે. ગ્રંથોમાંથી કે પુસ્તકોમાંથી ઉપદેશ વાંચવો અને ગુરુમુખેથી એનું શ્રવણ કરવું એ બેમાં આસમાન જમીનનો તફાવત છે. ગુરુના મુખેથી સાંભળેલા ઉપદેશની અસર શાશ્વત હોય છે. આ માટે એક ઉદાહરણ જોઈએ. અતિશય હર્ષ અને આનંદમાં આવી જઈને કલાત્મક નૃત્ય કરવા મોરની આંખમાંથી હર્ષના આંસુ ટપકે છે. એ આંસુ જો ઢેલ ઝીલી લે એટલે કે જમીન ઉપર નીચે પડે તે પહેલાં જ ઢેલ પોતાની ચાંચમાં ઝીલી લે અને સંવનન કરે તો કલાત્મક મો૨ જન્મે છે. પરંતુ જો એ આંસુ જમીન પર પડે અને પછી ઢેલ પોતાની ચાંચમાં લે તો આંસુમાંથી ઢેલ જન્મે છે. આપણે જાણીએ છીએ કે ઢેલ અને મોરનાં સૌંદર્ય, કલા અને મોહકતામાં આસમાન જમીનનો તફાવત છે. આંસુ તો એનાં એ જ છે, ઉદ્ગમ સ્થાન પણ એ જ છે. તો પણ અંગીકાર સ્થાનનાં ભેદને લીધે સાંભળવા-સમજવામાં અને ગ્રંથોમાંથી તે વાંચવા સમજવામાં એ બન્નેના પરિણામમાં ફેર છે. એટલે જ ગુરુના શબ્દને મંત્ર કહ્યો છે.

ધ્યાનમૂર્ણ ગુરોમૂર્તિ પૂજામૂલં ગુરોપંદમ્ ।

મંત્રમૂર્ણ ગુરોર્વાક્ય મોક્ષમૂલં ગુરોક્રૃપા ।।

આ જ પુણ્યભૂમિમાં પ્રેમ-જ્ઞાન ત્યાગ સિંધુ પૂર્ણાવતાર શ્રીકૃષ્ણે ગીતાનો ઉપદેશ આપ્યો, સત્યધર્મનું દર્શન કરાવ્યું. આ જ તપોભૂમિમાં અહિંસામૂર્તિ તપ-ત્યાગ સાગર ભગવાન મહાવીરનાં પુણ્ય પગલાં પડ્યાં અને દુનિયામાં પેઠેલા અનાચારનાં આવરણો દૂર થયાં. આ જ કર્મભૂમિમાં કરુણા-સાગર ભગવાન બુદ્ધે જગતને વિશ્વ પ્રેમનો સંદેશ આપ્યો, લ્યાણનો રાજમાર્ગ ચિંધ્યો અને અહિંસાની સાત્ત્વિક જ્યોતિ પ્રગટાવી. આ જ ધર્મભૂમિમાં જ્ઞાનમૂર્તિ જગદ્ગુરુ શંકરાચાર્યે સાંસ્કૃતિક એકતા સ્થાપી જ્ઞાન-વેદાંતના ધ્વનિને ગૂંજતો કર્યો જે આજ પર્યંત અવિચ્છિન્ન છે. આ જ પ્રેમભૂમિમાં ભક્તિ-સમ્રાટ શ્રી વલ્લભાચાર્યે ભક્તિની ભાગિરથી વહેવડાવી. આજ યોગભૂમિમાં ધર્મ દિગ્ગજ આચાર્યો શ્રી રામાજનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુજી જેવાઓએ જ્ઞાન અને ભક્તિના સમુચ્ચય દ્વારા નવા જ રાહનું પથદર્શન કર્યું. આ જ દિવ્ય ભૂમિમાં કબીર, ગુરુનાનક જેવા સંતો ઉદ્ભવ પામ્યા. આ જ સંત ભૂમિમાં જ્ઞાનદેવ, એકનાથ, તુલસીદાસ, સૂરદાસ, નરસિંહ મહેતા, મીરાંબાઈ, જલારામ, સાંઈબાબા, સંત તિરુવલ્લુવર જેવાઓએ સત્ય-શોધનના પ્રયાસને વેગવંત કર્યા. આ જ દેવભૂમિમાં રામાનંદ, સમર્થ રામદાસ, તુકારામ, સહજાનંદ સ્વામી દયાનંદ જેવાઓએ પાખંડનું ખંડન કરી સર્મને પ્રકાશમાન કર્યો. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, અરવિંદ ઘોષ અને રમણ મહર્ષિએ ધર્મ, સંસ્કૃતિ અને ભારતની રાષ્ટ્રભાવનાને શુદ્ધ બનાવ્યાં.

TejGujarati