ભાજપ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

વૃક્ષારોપણ થકી આપણે કુદરતી ઓકિસજન પાર્ક ઉભા કરી લોકોને એક નવું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપીએ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખ તરીકે એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયાના અવસરે ભાજપ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ભાજપના સ્થાનિક આગેવાનો, નેતાઓ, કાઉન્સીલરો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણના આ કાર્યક્રમો મારફતે સમાજમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જતન, શુદ્ધ વાતાવરણ અને કુદરતી ઓકિસજનની પ્રાપ્યતા વધારવાનો અનોખો સામાજિક સંદેશ ફેલાવવાનો પ્રયાસ થયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહના લોકસભા મતવિસ્તારમાં તેમ જ રાજયના મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલના વિધાનસભા મત વિસ્તારમાં એવા અમદાવાદના નવા વાડજ વોર્ડમાં સ્વાતંત્ર્ય સેનાની નગરના કોમન પ્લોટમાં વૃક્ષારોપણ થકી એક અનોખા ઓકિસજન પાર્કના નવા કન્સેપ્ટને સાકાર કરવાનો સુંદર પ્રયાસ કરાયો હતો.
તાઉતે વાવાઝોડાથી શહેર સહિત રાજયભરમાં વૃક્ષો ધરાશયી થઇ જવાની જે ઘટનાઓ બની હતી, તેને લઇ વૃક્ષોની વાવણીથી વૃક્ષોની સંખ્યાનું બેલેન્સ પણ જાળવવાનો આ પ્રયાસ છે.

સ્વાતંત્ર્ય સેનાની નગરના પ્રમુખ રમેશભાઇ ગીડવાણીએ ખાસ ધ્યાન દોર્યું કે, ઓકિસજન પાર્ક એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે, આપણે જોયું કે, કોરોના કાળમાં ખાસ કરીને મહામારીએ જયારે માઝા મૂકી અને એક તબક્કે ઓકિસજનની જે ભયંકર અછત અને તંગી વર્તાઇ ત્યારે ઓકિસજનની કિંમત માનવજીવનને સમજાઇ હતી. તેથી વૃક્ષોની વાવણી અને તેના જતન થકી કુદરતી ઓકિસજન લોકોને વાતાવરણમાંથી જ પ્રાપ્ય બને એટલું જ નહી, સમગ્ર પર્યાવરણ અને વાતવરણ પણ શુધ્ધ, હરિયાળુ અને ઓકિસજનમય બની રહે તેવા ઉમદા આશયથી આ પ્રકારના ઓકિસજન પાર્ક ઉભા કરાય તે જરૂરી છે.

https://youtube.com/shorts/kRBBM_Xcw8I?feature=share

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •