‘ફિનો હંમેશા’ પહેલે ગુજરાતમાં બેન્કિંગ સુલભ બનાવ્યું

બિઝનેસ

 

ફિનો પેમેન્ટ્સ બેંકની હંમેશા ઉપલબ્ધ સેવાઓ ગ્રાહકોના અભિગમમાં બદલાવને સક્ષમ કરે છે

 

 

 

ખેડા, 20 જુલાઇ, 2021: ફિનો પેમેન્ટ્સ બેંકે આજે ખેડાના માતર તાલુકાના પુંજા ગામમાં શ્રી રવેચી ગ્રાહક સેવા કેન્દ્ર તરીકે ફિનો હંમેશા આઉટલેટ શરૂ કર્યું છે, જેથી સ્થાનિક લોકોને હંમેશા અને કોઇપણ સમયે બેંકિંગ સેવાઓ પ્રદાન કરી શકાય.

 

 

 

રવિરાજ સિંહ ખુમાન સિંહ ગઢવીની માલીકીના શ્રી રવેચી ગ્રાહક સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન તેમના પિતા ખુમાન સિંહ કાનજી ભાઇ ગઢવી, પુંજા અને કુંજરા ગામના સરપંચ તેમજ ફિનો પેમેન્ટ્સ બેંકના ઝોનલ હેડ કલ્પિત સોની, રિજનલ હેડ અનવર પેરિઝાદા અને ક્લસ્ટર હેડ ધર્મેશ પ્રજાપતિ સહિતના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

 

 

 

ગ્રામિણ લોકોના બેન્કિંગ પ્રત્યેના અભિગમમાં ધીમે-ધીમે પરિવર્તન આવી રહ્યું છે ત્યારે શ્રી રવેચી ગ્રાહક સેવા કેન્દ્ર (એસઆરજીએસકે) ફિનો હંમેશા આઉટલેટ પુંજાની આસપાસના 16 ગામમાં રહેતાં 4,000થી વધુ લોકોને બેંકિંગ એક્સેસ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.

 

 

 

ફિનો પેમેન્ટ્સ બેંકના ઝોનલ હેડ કલ્પિત સોનીએ જણાવ્યું હતું કે, “હંમેશા બેંકિંગ સેવાઓની ઉપલબ્ધતા સમયની જરૂરિયાત છે. ગ્રામિણ વિસ્તારમાં રહેતાં લોકો તેમની અનુકૂળતા મૂજબ ગુણવત્તાયુક્ત બેંકિંગ સેવાઓ ઇચ્છે છે. તેને સક્ષમ કરવા માટે અમે નજીકના મર્ચન્ટ્સ સાથે ભાગીદારી કરી છે, જેઓ દરેક ગલીમાં ઉપલબ્ધ છે અને દિવસના કોઇપણ સમયે ઉપલબ્ધ રહે છે. અમારા માઇક્રો એટીએમ અને એઇપીએસ સંચાલિત સ્થાનિક મર્ચન્ટ્સ લોકો સાથે પરિચિત હોય છે અને તેમને પર્સનલાઇઝ્ડ સેવાઓ પ્રદાન કરે છે. ગ્રાહકો કોઇપણ સમયે આવી શકે છે, મોડી રાત્રે અને આપાતકાલીન સ્થિતિમાં પણ આવી શકે છે. રવિરાજના ફિનો હંમેશા આઉટલેટ સાથએ આસપાસના ગામડાના લોકો ડિજિટલ બેંકિંગ સેવાઓનો લાભ લઇ શકશે.”

 

 

 

એસઆરજીએસકે ફિનો હંમેશા આઉટલેટ ગુજરાતમાં ફિનોના 10,000થી વધુ મજબૂત બેંકિંગ પોઇન્ટ્સનો હિસ્સો છે અને તે 35 કિમીના વિસ્તારમાં એકમાત્ર બેંકિંગ આઉટલેટ છે. તે રાજ્યમાં શરૂ કરાયેલા 100થી વધુ ફિનો હંમેશા આઉટલેટ્સનો હિસ્સો છે, જેનાથી મોટાભાગે ખેતીવાડી અને ડેરી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોની બેંકિંગની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.

 

 

 

રવિરાજ જેવાં લોકલ મર્ચન્ટ્સ નવી વૈકલ્પિક બેંકિંગ ચેનલ્સ છે, જે સ્થાનિક લોકો સાથે પરિચિત હોય છે અને બેંકિંગ માટે અત્યંત જરૂરી ગ્રાહકોનો વિશ્વાસ હાંસલ કરવામાં મહત્વપૂર્ણ હોય છે.

 

 

 

ફિનો હંમેશા આઉટલેટ્સ ખાતે વ્યક્તિ માત્ર 10 મીનીટમાં નવું બેંક ખાતુ ખોલી શકે છે, તુરંત ડેબિટ કાર્ડ મેળવી શકે છે, નાણા જમા કરાવી શકે છે, નાણાનો ઉપાડ અથવા ટ્રાન્સફર કરી શકે છે, ઉપયોગિતા બીલ ચૂકવી શકે છે, લોન ઇએમઆઇ ભરી શકે છે તેમજ હેલ્થ, લાઇફ અને મોટર ઇન્સ્યોરન્સ ખરીદી શકે છએ. બીજી બેંકના ગ્રાહકો પણ અહીં બેંકિંગ ટ્રાન્ઝેક્શન કરી શકે છે. બેંક બ્રાન્ચ અથવા એટીએમની મુલાકાત લીધા વિના નિયમિત બેંકિગ કલાકો પછી પણ તેમના અનુકૂળ સમય સુધી પોઇન્ટ ખુલ્લો રહે છે.

 

 

 

 

 

 

 

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •