જાનુશીની સીરીઝનુ નામ છે “વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ”
અને આ સીરીઝ ના બે પુસ્તક પ્રકાશિત થઈ ગયેલ છે. 1) ધ બ્લેક ટાઇમ
2) ધ ગોર્ગર્ન્સ કર્સ1)

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ધ બ્લેક ટાઇમ

લુસિંડા ને એકજ વખત ની રાણી સાથે ની મુલાકાત થી મહત્વના તથ્ય ની જાણકારી મલી જાય છે. આ જાણકારી થી એ ચોકી જાય છે અને એ જાદુ ની દુનિયા તરફ તણાઈ જાય છે. જેવી જાદુ ની દુનિયા તરફના રસ્તાઓ ખુલવા લાગે છે, એવા વધારે ને વધારે રસ્તાઓ જોખમ તરફના પણ ખુલવા લાગે છે. ઘણી બધી માયાજાળ થી પૃથ્વી ઢંકાઈ જાએ છે. આમા એક બીજી માયાવી જાળ
બ્લેક ટાઇમ આવે છે. એક નાની છોકરી લુસિંડાને ચેતવે છે પણ એ તેના પરમમિત્ર અને પરદાદા ને ગુમાવ્યા પછી તેને વાતનો ખ્યાલ આવી જાય છે કે એક અજાણ્યા અને અપરિચિત વ્યક્તિ કેટલું નુક્શાન પહોંચાડી શકે છે.
અદભુત જાદુઈ શક્તિ અને પરમ મિત્રોની મદદથી લુસિંડા એક પુસ્તક શોધવા માટે પ્રયાસ કરે છે. એ પુસ્તક ની અંદર ધાર્યા કરતા વધારે રહસ્યો હોય છે.
એક ખતરનાક શક્યતાનો આડશ ખુલી જાય છે અને હવે લુસિંડાએ બ્લેક ટાઇમ નો સામનો કરવા માટે તૈયાર થઇ ને આગેવાની કરવી પડશે.

ધ ગોર્ગર્ન્સ કર્સ
બ્લેક ટાઇમ ના ભય બાદ બીજા ભયનો સમય શરૂ થઇ જય છે. ગ્રહણનો પડછાયો જેવો ધરતી ઉપર પડે છે કે તરતજ એક રાક્ષસો અને મૃતાત્મા તરફ જતો  ભયાનક રસ્તો ખુલી જય છે. જેવા અર્ધમૃત્યુ પામેલી આત્માઓ અન્ય જીવિત આત્માઓ સાથે જોડાઈ જાય છે દુઃખદ ઘટનાઓનો હારમાળા સર્જાઈ જાય છે. આ બધા દયાવિહીન જીવોનાં દરેક પગલાંઓથી ભય વધતો જાય છે. રાક્ષસોની રાની એક એવા હીરાની શોધ માં છે જેનાથી એ દુનિયા ઉપર રાજ કરી શકે. પરંતુ એ હીરો વર્ષો પેહલા નષ્ટ પામ્યો હોય છે. 
જેકસન, જેસિકા અને ડેવિન ભેગા મળીને લુસિંડા ને સાજી કરવા માટે સાહસ કરે છે પણ એક એવી પરિસ્થિતિમાં પહોંચી જાય છે કે જ્યાં એક પણ વનવિચાર્યું પગલું એમનો જીવ તો લઇ લેશે પણ દુનિયાનો નાશ પણ કરી દેશે.

નાનપણથી જ જાનુશી એટલે આખા ઘર કુટુંબ ની રોશની…નાનાથી મોટા દરેક લોકોની ખૂબ પ્રિય…સ્વચ્છતા માટે દુરાગ્રહી…
નાના-મોટા કોઈપણ તહેવારોની ઉજવણી માટે તે ખૂબ જ પયત્નશીલ રહે….તેને પોતાની જાતને સજાવવા સાથે તેને ઘર સજાવવું ખૂબ જ ગમે…રમતગમતમાં પણ તે ખૂબ જ હોશિયાર….ચેસ મા તો તેને વિશેષ રૂચી…નાનપણ મા કોઈ એક પુસ્તક ના અંત મા તેને લાગ્યુ કે ના આના કરતા જુદો અંત હોવો જોઈએ અને તરત જ ફક્ત ને ફક્ત પોતાની જ  108 એવી “મોટી બેન કમ છોટી માઁ” પાસે પહોંચી ને વાત કરી….છોટી માઁ એ સુજાવ્યુ કે તારી રીતે વાર્તા નો અંત લખી ને બતાવ…અને એ વાર્તા ના અંત લખવા ની સાથે તેની લખાણ ની કારકીર્દી નો પારંભ થાય છે.
અને હવે એને ખબર પડી ગઈ કે હવે પોતાની આગળની જિંદગીમાં તેણે
કયો રંગ પુરવાનો છે.
       
મહાન સજઁકો ની માનસ વાચનારી 12 વર્ષ ની બાળકીક્યારે પોતીકુ સજઁન કરતી થઈ ગઈ તે એક મોટુ સુખદ આશ્ચર્ય હતું તેના પરિવાર માટે….પણ તેના થી પણ મોટુ આશ્ચર્ય ત્યારે થયું કે તેણે જાતે જ “નોશનપ્રેસ”(notion press )ના સેલ્ફ પબ્લીશીંગ ના માધ્યમ દ્વારા તેણે પોતાનું પહેલું પુસ્તક બહાર પાડ્યું. આ પુસ્તક ઘણી બધી કોપીઓ વેચાણી અને ઘણા બધા પ્રશંસા ના મેસેજ મળ્યા બાદ તે ખૂબ જ ખુશ થઇ ને એક જ વાક્ય બોલી કે “આ તો ખાલી નીવ છે એક ઘણી વિશાળ ઈમારત ની!!”
બસ આ વિચાર પકડી રાખીને તે આગળ વધતી રહી અને લગભગ 10  જ મહિના પછી પહેલા કરતાં મોટું અને રોમાંચક તેનું બીજું પુસ્તક પ્રકાશિત થયું.અને આ વખતે પણ લોકોએ તે પુસ્તક ને વધાવી ને આશિર્વાદ ની પુષ્પ વર્ષા કરી.

તેની સીરીઝ નુ નામ છે
“વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ”

અને આ સીરીઝ ના બે પુસ્તક પ્રકાશિત થઈ ગયેલ છે.

1) ધ બ્લેક ટાઇમ
2) ધ ગોર્ગર્ન્સ કર્સ
વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ: ધ બ્લેક ટાઇમ
2) વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ-2: ધ ગોર્ગર્ન્સ કર્સ

TejGujarati