કવિ,વાર્તાકાર,નવલકથાકાર,વિવેચક,સંપાદક હર્ષદ ત્રિવેદીના 64-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તારીખ:17 જુલાઈ 2021,શનિવારના રોજ,સાંજે 05-30 કલાકે,રા વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,વાર્તાકાર,નવલકથાકાર,વિવેચક,સંપાદક હર્ષદ ત્રિવેદીના 64-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.’શબ્દજયોતિ’માં શ્રી હર્ષદ ત્રિવેદીએ પોતાનાં જીવન-કવન વિશેનું વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે સાહિત્યકારો સતીશ વ્યાસ,વિજય પંડ્યા,શિરીષ પંચાલ,જયદેવ શુક્લ,દાન વાઘેલા,પંકજ ત્રિવેદી,દિપક ભટ્ટ,મહેશ યાજ્ઞિક,રમેશ ર.દવે,અનિલ ચાવડા,પ્રતાપસિંહ ડાભી અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી

હર્ષદ ત્રિવેદીના વક્તવ્યના અંશ :
-મારી દરેક સવાર સાહિત્યની કોઈ પંક્તિથી પડે છે.તે ગુજરાતી,હિન્દી કે અન્ય ભાષાની પણ હોઈ શકે.
-મારા ઘરમાં દરેકનું એક જ સ્વપ્ન,માસ્તર થવાનું.અમારા પરિવારમાં કુલ 56 શિક્ષકો છે.
-મારા ઘરમાં મીનપિયાસી,પ્રજારામ રાવળ વગેરે આવતા કેમકે મારા પિતા કવિ હતાં.
-મારા ઘરમાં હરિજનનાં છોકરાઓ જાતે ગોળામાંથી પાણી પી શકે એટલું મુક્ત વાતાવરણ હતું.
-હું ખદ્યોત નામથી લખતો.ખદ્યોત એટલે આગિયો.પણ એ નામ મેં 40 વરસ પહેલા ત્યજી દીધું.
-એક નવનીતબહેન હતા.એમને ફિલ્મો જોવાનો શોખ.જોઈને આવે એટલે અમને ફિલ્મોની વાર્તા કહે.મારી કથનશૈલી એમાંથી વિકસી.
-મારી કરોડરજ્જુને કેમ સીધી રાખવી એ મારી મા એ મને શીખવાડ્યું છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •