કોરોના વોરિયર્સના માનમાં ગ્લેમર વર્લ્ડ એન્ટરટેનમેન્ટ અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા યોજાયો પ્રોગ્રામ

બિઝનેસ વિશેષ સમાચાર

 

પોલીસ, ડૉક્ટર, નર્સ, ન્યૂઝ રિપોર્ટર, પેરા મેડિકલ, મેડિકલની વેશભૂષા સાથે સ્ટેજ પર પરફોર્મ થયુ

 

 

અમદાવાદ : સેલ્યુટ ટુ કોરોના વોરિયર થીમ પર સોશિયલ ઇવેન્ટનું આયોજન ગ્લેમર વર્લ્ડ એન્ટરટેનમેન્ટ અને જીનિયસ ફાઉન્ડેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 15 બાળકોી કોરોના વોરિયર્સના ગેટઅપમાં સ્ટેજ પરફોર્મ કર્યું હતું. આ 15 બાળકો વિવિધ કેટેગરી જેમ કે પોલીસ, ડૉક્ટર, નર્સ, ન્યૂઝ રિપોર્ટર, પેરા મેડિકલ, મેડિકલ વગેરેની વેશભૂષા સાથે ગ્રુપમાં અને સોલો અલગ-અલગ પ્રકારના એક્ટ કર્યા હતા. આ સુંદર મજાના કાર્યક્રમ થકી કોરોના જેવી મહામારીમાં જેને લોકોને સાજા કરી ઘરે પરત મોકલ્યા છે તેવા ડોક્ટર તેમજ આ મહામારીમા પોતાનું યોગદાન આપી રહેલા અન્ય વોરિયર્સના ઉમદા કાર્યને સલામ કરતો અને ઉત્તમ કામને બિરદાવતો મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કાશીરામ અગ્રવાલ ભવન હૉલ, નવરંગપુરા, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો.

 

કોરોના મહામારી અને તેમાં પણ બીજી લહેરની જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશ ઘણા દિવસો માટે સ્તબ્ધ થઇ ગયો હતો, બધા પોતાનુ પ્રાણ પંખેરું બચાવવા ઘરમાં બેસી ગયા હતા, આગામી સમયમાં પણ સંભવિત ત્રીજી લહેર આવી શકે છે. તેવા સમયમાં કોરોના સામે પોતાના પ્રાણની પરવા કર્યા વિના કોરોના મહામારી સામે લડી રહેલા કોરોના વોરિયર્સને દેશવાસીઓએ વિવિધ રીતે સલામી અને સન્માન આપ્યું છે. ત્યારે આ પ્રોગ્રામ થકી તેમને સલામ, સન્માન આપવામાં આવ્યું હતું.

 

TejGujarati