નિર્મલ રેસિડન્સી, વેજલપુરમાં વેક્સિન જાગૃતિ કેમ્પ યોજાયો.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર


નિર્મલ રેસિડન્સીના ચેરમેન શ્રી હિતેશ સી રાઠોડ સેક્રેટરી શ્રી શૈલેષ જે બ્રહ્મભટ્ટ અને કમિટી મેમ્બર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે સોસાયટીના તમામ લોકોને વેક્સિન લેવા માટે સમજાવ્યા હતા. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને રસી લીધી હતી. જેમાં ધારાસભ્ય શ્રી કિશોરસિહ ચોંહાન, કોર્પોરેટર શ્રી દિલીપભાઇ બગાડીયા, શ્રીમતી પરૂલબેન દવે, અને રાજુભાઇ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું સંચાલન શ્રી જેસિંગભાઈ એચ સોહેલિયા અને તેમના સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •