15 ઓગસ્ટે ગેરહાજર રહેવું અધિકારીઓને પડી શકે છે ભારે…

સમાચાર

આ સ્વંત્રતા દિવસ પર દિલ્હીમાં ફરજ બજાવતા બધી જ સેવાઓનાં ઉચ્ચ અધિકારીઓને લાલ કિલ્લા પર યોજાનારા કાર્યક્રમમાં સામેલ થવું પડશે. હકીકતમાં અધિકારીઓને નિમંત્રણની સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે આ કાર્યક્રમમાં ન આવવાની ભૂલનું ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. નોંધનીય છે કે દર વર્ષે 15 ઓગસ્ટ એટલે સ્વંત્રતા દિવસે લાલ કિલ્લા પર આયોજીત કાર્યક્રમમાં પીએમ રાષ્ટ્રને સંબોધિત કરે છે. આ કાર્યક્રમમાં બધા જ મંત્રી, ઉચ્ચ રાજકિય નેતાઓ, સૈન્યનાં પ્રમુખ, વિવિધ દેશોનાં રાજદૂત હાજર રહે છે. આવામં ઉચ્ચ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવે છે અને અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ હાજર રહે. કેબિનેટ સેક્રેટરી દ્વાર જાહેર કરવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રનાં નામ પર સંબોધિત થનાર 15 ઓગસ્ટ સમારોહમાં બધા જ આમંત્રિત અધિકારીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ કાર્યક્રમમાં અચૂક હાજર રહે. આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સમારોહમાં ઓછી ઉપસ્થિતી ના દેખાય તેના માટે કેબિનેટ સચિવાલય દ્વારા આ સુચનાં આપવામાં આવી છે. આ વખતે પીએમ મોદીનું તેમના કાર્યકાળમાં છેલ્લી વખત 15 ઓગસ્ટ કાર્યક્રમને સંબોધિત કરશે. જો કે તેઓ 2019ની ચૂંટણીંમાં વિજ્ય પ્રપ્ત કરે તો ફરીથી 15 ઓગસ્ટ, 2019માં સંબોધન કરશે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે આ વર્ષનાં સંબોધનમાં પીએમ મોદી તેમની અત્યાર સુધીની સિદ્ધીઓ ગણાવી શકે છે, અને સાથે ભવિષ્યની યોજનાઓ વિશે પણ વાત કરી શકે છે.સ્ટોરી. રશ્મિન ગાંધી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply