એક માનવીનું કર્મ, અન્યનું ભવિષ્ય, જોકે શું ભાગ્યને ખરેખર નિયંત્રણમાં લઈ શકાય છેઃ સમાંતર-2 પ્રશ્ન પૂછે છે

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

એમએક્સ પ્લેયરે બહુપ્રતિક્ષિત જકડી રાખનારી થ્રિલરનું ટ્રેઈલર રજૂ કર્યું, જે 1લી જુલાઈથી મફતમાં સ્ટ્રીમ કરી શકાશે.
વ્યાપક દર્શકો સુધી પહોંચવા માટે આ મરાઠી થ્રિલર હિંદી, તમિળ અને તેલુગમાં પણ ડબ કરવામાં આવી છે.
~ એમએક્સ ઓરિજિનલ સિરીઝ સમાંતર-2માં સ્વપ્નિલ જોશી, નીતિશ ભારદ્વાજ, સઈ તામ્હણકર અને તેજસ્વિની પંડિત છે ~

મુંબઈ, 21મી જૂન, 2021- કહેવાય છે કે ઘણા બધા લોકોએ પોતાના ભાગ્યને નિયંત્રણમાં લેવાની કોશિશ કરી, પરંતુ તે ભાગ્યમાં લખેલું થઈને રહે છે, રહેશે… જોકે તમે ભવિષ્યમાં શું થવાનું છે તે શોધી શકો તો તેને બદલી શકો છો? શું તમને લાગે છે કે તમે તેનો હવાલો સંભાળી શકશો? બાગ્યની વિચિત્ર રીત સામે પ્રશ્ન કરતાં બહુપ્રતિક્ષિત એમએક્સ ઓરિજિનલ સિરીઝ સમાંતર તેની બીજી સીઝન સાથે પાછી આવી છે, જેમાં સદાબહાર સ્વપ્નિલ જોશી કુમાર મહાજન તરીકે પોતાની ભૂમિકા ફરીથી સાકાર કરશે. આ જકડી રાખનારી થ્રિલરમાં નીતિશ ભારદ્વાજ, સઈ તામ્હણકર અને તેજસ્વિની પંડિત મુખ્ય ભૂમિકામાં છે અને તેનું ટીઝર દેશભરના દર્શકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. સમાંતર-2નું ટ્રેઈલર આજે રજૂ કરાયું હતું અને તે એક માનવીનું કર્મ અન્યનું ભવિષ્ય કઈ રીતે બની શકે તે આલેખિત કરતાં દર્શકોને કુમાર મહાજન માટે સંભવિત રીતે શું ખોટું થયું હોઈ શકે તેની અટકળો બાંધવા પ્રેરિત કરે છે.

સીઝન 1ની રોચર વાર્તામાં કુમાર મહાજન સુદર્શન ચક્રપાનીની તલાશમાં નીકળી પડ્યો હતો, જે માનવી કુમારનું જીવન જીવી ચૂક્યો હતો અને આવનારા સમયમાં શું થઈ શકે તે કુમારને કહી શકે એમ હતો. સીઝન-2માં કુમારને એક ડાયરી આપવામાં આવે છે, જેમાં ચક્રપાનીના જીવનની વિગતો હોય છે અને તેને જાણવા મળે છે કે એક નવી મહિલા તેના જીવનમાં આવવાની છે. આ પછી કુમાર તેના ભાગ્યની ખોજ ચાલુ રાખે છે અને ડાયરીમાંના ભવિષ્યને ટાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસો છતાં રહસ્યમય મહિલા તેના જીવનમાં પ્રવેશીને રહે છે. આ 10 એપિસોડની થ્રિલર આ રહસ્યમય મહિલા કોણ છે અને કુમાર ચક્રપાનીએ ડાયરીમાં લખ્યું છે તેમ તેના ભાગ્યનો સામનો કરી શકશે કે કેમ તેમાં ખોજ કરે છે.

સીઝન-2 વિશે બોલતાં સ્વપ્નિલ જોશી કહે છે, સમાંતરે બધી અપેક્ષાઓ પાર કરી છે અને નકશા પર પ્રાદેશિક વેબ શોને મૂકી દીધો છે. આ વાર્તા સર્વ દર્શકો માણી શકે તે રીતે ભાષાના અવરોધને તોડે છે અને સાર્વત્રિક સ્પર્શ છે. સીઝન 1 આવ્યાને 1 વર્ષ વીતી ગયું છે અને હું જાણું છું કે ફ્રેન્ચાઈઝના ચાહકો સીઝન-2 માટે ઉત્સુકતાથી વાટ જોઈ રહ્યા છે. આ આવૃત્તિમાં કુમારનો પ્રવાસ અણધાર્યો વળાંક લે છે અને એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછેછેઃ જો તમે ભવિષ્ય વિશે જાણી શકો તો શું તમે તે બદલી શકશો?.

પીઢ અભિનેતા નીતિશ ભારદ્વાજ સુદર્શન ચક્રપાનીની ભૂમિકામાં છે. તે કહે છે, સીઝન 1ને અભિનેતા તરીકે મારા નવા સ્વરૂપમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને દર્શકો નવી સંકલ્પનાઓ સાથે અજમાયશને મુક્ત રીતે આવકારે છે તે જોઈને ખુશી થાય છે. કલાકાર તરીકે હું આ અજોડ વાર્તાનો હિસ્સો બનવા માટે ભારે રોમાંચિત છું. સીઝન-2માં કુમારના જીવનમાં ચક્રપાનીના જીવનનો અરીસો છે કે તેની ખોજ ચાલુ રહેશે અને આ ઉત્તરો માટે કુમારની તલાશ ચાલુ રહેશે, પરંતુ દેખીતી રીતે જ તેમાં અમુક રસપ્રદ વળાંકો હશે.

મરાઠી થ્રિલરની આ સીઝન હિંદી, તમિળ અને તેલુગુમાં અને બધી ભાષાઓમાં ડબ કરવામાં આવી છે, જે સાગમટે ગુરુવાર, 1લી જુલાઈથી રિલીઝ થશે, ખાસ એમએક્સ પ્લેયર પર.

સર્વ 10 એપિસોડ બિન્જ વોચ કરો, મફતમાં, ગુરુવાર, 1લી જુલાઈથી શુભારંભ, ફક્ત એમએક્સ પ્લેયર પર!

એપ હમણાં જ ડાઉનલોડ કરો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •