માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર : બાળ કલાકાર હિર ચૌહાણ.- તેજ ગુજરાતી ન્યૂઝ અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

ગ્રીનસીટી ગાંધીનગરનાં અનેક કલાકારો વિશ્વ સ્તરે અભિનયમાં નામનાં મેળવી રહ્યાં છે અને પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાંય વર્ષોથી અભિનય ક્ષેત્રે અભિનયમાં ઓજસ પાથરી રહેલાં ને માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર બાળ કલાકાર હિર ચૌહાણ ને પણ અભિનય કરવાનો મોકો મળ્યો છે. હિર ચૌહાણે ઘણી બધી એડશૂટ, ફોટોશૂટ, કેલેન્ડર શૂટ, ગારમેન્ટ શૂટ કરીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. સાથે-સાથે ગુજરાતી આલ્બમ ગીતોમાં અભિનય કરીને ઘર-ઘરમાં ચાહના મેળવી રહ્યાં છે.
ગાંધીનગરનાં રહેવાસી અને ધોરણ – ૩ માં અભ્યાસ કરતાં સુપ્રસિદ્ધ બાળ કલાકાર હિર ચૌહાણે જણાવ્યું હતું કે, મને અભિનયનો શોખ છે. મારા આ શોખને પૂરો કરવા માટે મારા પિતા રાજેશકુમાર ચૌહાણ અને માતા પ્રિયંકાબેન ચૌહાણ પ્રોત્સાહિત કરી રહ્યાં છે અને મારી અભિનય ક્ષેત્ર માટે જરૂરી ઇચ્છાઓને પૂરી કરી રહ્યાં છે. હું અભિનય ક્ષેત્રે જ મારી કારકિર્દી બનાવવા માંગુ છું. તે માટે મને મારા માતા-પિતાનો સપોર્ટ છે.
બાળ કલાકાર હિર ચૌહાણ કહે છે કે, હું ખૂબ કલ્પનાશીલ વ્યક્તિ છું. હું એવાં કાર્ય કરવા ઈચ્છું છું, કે જે મારાં માટે પડકારરૂપ હોય. મને મળતી તક થકી હું મારી જાતને ડેવલપ કરું છું અને વધું અનુભવી બનું છું. જે મારાં સમગ્ર પરિવાર ને ગમે છે. એક મોડેલ બનવું એ મારું ઉત્કટ છે અને હું મારી કારકીર્દીને મોડેલિંગની કારકીર્દીમાં તેજસ્વી બનાવવા માટે સંપૂર્ણ અને ફિટ મોડેલ બનીશ. મારી જાતને કાસ્ટિંગ બનાવવા માટે હું મારી આંખનાં સંપર્ક વલણથી મારી જાતને વધુ આત્મવિશ્વાસથી તૈયાર કરું છું. જ્યારે મેં મારું સૌપ્રથમ ફોટો શૂટ કર્યું ત્યારે હું કેમેરા લાઇટને કારણે નર્વસ અને ડર અનુભવી રહી હતી. પછી ધીમે ધીમે કેમેરાનો ચહેરા સાથે મારી આંખનો સંપર્ક વધવા લાગ્યો.
એક મોડેલ તરીકે હું ભવિષ્યમાં સુપર મોડેલ શો સ્ટોપર બનવા માંગું છું. અત્યારે આ મોડેલિંગ ક્ષેત્રે ની સફર ખૂબ રોચક સફળ રહી છે. મોટી થઈને હું એક સારી કલાકાર બનું એજ મારું ડ્રિમ છે. મને અલગ-અલગ કેટેગરીમાં ૫ થી વધારે એવોર્ડ્સ મળી ચૂકયાં છે અને ૫૦ થી પણ વધું સર્ટિફિકેટ મળી ચૂક્યાં છે.
ગાંધીનગરનાં મિલાપ ટાટારિઆએ જણાવ્યું હતું કે, બાળ કલાકાર હિર ચૌહાણ પોતાની કથાત મહેનત, પરિશ્રમ અને ધગશ ને કારણે આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની નામનાં પણ ધરાવે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •