પક્ષીઓ અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા.- ફરી કુદરતના ખોળે.
(Non Fiction)
લેખક: જગત કીનખાબવાલા
(સ્પેરો મેન)

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ફરી કુદરતના ખોળે
(Non Fiction)
લેખક: જગત કીનખાબવાલા
(સ્પેરો મેન)
Author: Save The Sparrows
http://www.facebook.com / jagat.kinkhabwala
Swarm Intelligence

પક્ષીઓના અને બીજા જીવની ઉડવાની તેમજ કામ કરવાની કાબેલિયત, અચંબિત એકસૂત્રતા/ Swam Intelligence ઉંચે આક્શામાં પક્ષીઓના નાના અને મસમોટા સમૂહને એક સાથે લયમાં ઉડતા જોઈ આનંદ અને અચંબિત થઇ ઉઠાય છે, બસ જોયા જ કરો, જોયા જ કરો! કુદરતે તેમને જન્મજાત કેવી કાબેલિયત આપેલી છે! તેઓ કેમ આડાઅવળા ઉડતા નથી તેમજ તે અથડાતા જોવાં નથી મળતાં! તેઓ નથી કોઈ શાળામાં જતાં કે નથી તેમને કોઈ શીખવાડતું પરંતુ પોતાના સાથીદારો સાથે ઉડતાં ઉડતાં આ કાબેલિયત મેળવી લે છે. આ એક્સુત્રતાનો ચોક્કસ ઉપયોગ લગભગ દરેક પ્રકારનાં નાના અને મોટા જીવમાં જીવાતી જોવાં મળે છે. ખુબ બારીક બેક્ટેરિયા, કીડીના દર, માછલીઓ, મોટા અને નાના પ્રાણીઓ તેમજ જાતભાતના જીવડાંમાં પણ સામાન્ય રીતે તેમના જીવનનો એક ભાગ છે. જયારે પણ જુવો ત્યારે ચોક્કસ ધ્યાનાકર્ષિત મુદ્રામાં તેઓનો સમૂહ દેખાય છે. માઇગ્રેટરી/ યાયાવર પક્ષીઓ જયારે ખુબ મોટા સમૂહમાં સ્થાળંતર કરતાં હોય, એકબીજાને ઉડવામાં મદદરૂપ થતા હોય, એક બીજાથી ચોક્કસ અંતર રાખી શિસ્તબદ્ધ રીતે ઉડતાં ઉડતાં અથડાતા ન હોય, ઓછી શક્તિ વપરાય તે રીતે હવા કાપતા હોય, તેવા સમયે વચ્ચેના ભાગમાં ઘરડાં, બીમાર/ માંદા/ પ્રેગ્નન્ટ, ખુબ નાના પક્ષીને રાખી અંતર કાપતાં હોય છે. ઉડતાં આગળ જતાં હોય ત્યારે ઓચિંતો ખુબજ પવન વાય, વાતાવરણ તોફાની બને, વરસાદ આવે તેવી ઓચિંતી વિપરીત પરિસ્થિતિ ઉભી થાય, રાતવાસો કરવા માટે તેમજ બીજી સવારે ફરીથી આગળ વધવા માટેની એકબીજાને સમયસર સૂચના વગેરે આપવાની હોય અને તેમ છતાં આવી વિવિધ પ્રક્રિયામાં ઉડતાં ઉડતાં એકબીજા સાથે અથડાય નહીં, જાતને અને સમૂહને સાંભળી લે તેવી કાબેલિયત ધરાવતા હોય છે. તેઓ સમૂહમાં એકબીજા સાથે ઉડતાં હોય ત્યારે બાજુના પાડોશી સાથીદાર સાથે અથડાતાં નથી, દિશા અને લયમાં જુદા જુદા પાડોશી સાથે હજારો કિલોમીટર સુધી ઉડતા આગળ જતાં હોય છે જે તેમનાં જીવનચક્રનો એક બહુ અગત્યનો ભાગ છે. આ પ્રક્રિયામાં એકબીજાથી અંતર સાચવવું, ઝડપ સાચચવી, પાડોશીની દરેક હલનચલન ઉપર સતત અને સતેજ દરેક ક્ષણે ધ્યાન રાખવું, દિશા અને સમયનું ધ્યાન રાખવું, ઓચિંતી આવેલી મુશ્કેલી પ્રમાણે બાકીના સમૂહ સાથે સમયસૂચકતા સાથે તાત્કાલિક મેળ મેળવવો તે બહુ મોટી કાબેલિયત છે. દરેકે દરેક સભ્યોનાં એકજ સમયે અને એકજ સાથે સફળતા પૂર્વક અને ચપળ રીતે કામ કરવાની ક્ષમતાં એક આગવી લાક્ષણિકતા તેઓને કુદરતે તેમનાં જીન્સમાં/ લોહીમાં બક્ષેલી લાક્ષણિકતા છે. આવાજ ગુણ ખુબજ નાની કીડીનો અભ્યાસ કરવામાં આવે ત્યારે અચંબિત કરી દે છે. તેઓ ઋતુ પ્રમાણે તેમનાં દરમાં અને દરની રાણીના વહેંચેલા કામને કરવા માટેની સૂચનાનું પાલન પણ પક્ષીની જેમ જ આટલા નાનાજીવનું કામ પણ અદભુત રીતે થતું હોય છે. તેમનાં મગજનું માપ/ size, ક્ષમતાં અને કાબેલિયત અકલ્પનિય હોય છે. કીડીઓ અને મધમાખીઓ આગળ વધે તેમજ ખોરાક ખાય ત્યારે પણ માપસર વહેંચાય તે રીતે ગોઠવાઈ જતાં હોય છે અને કોઈ તૂટી પડતાં નથી. કીડી પોતાના વજન કરતાં ૫૦૦૦ ઘણું વજન ઊંચકી શકે છે અને તેઓ ભેગી થઇ મોટા જીવને કે ખોરાકને ખેંચી જાય ત્યારે સહિયારા ભેગા થઇ કામ પાર પાડે તે પણ Swarm ઇન્ટેલીજન્સ છે. નાની નાની કીડી પણ ખોરાક કે પાંદડા ઉપર પડેલું પાણી પણ ખાય પીવે તો પોતાના સમૂહ સાથે સરખી વહેંચણી મળે તે રીતે ગોઠવાઈ જઈ ખાઈ પી લેતા હોય છે. આફિકાના જંગલોમાં ખુબ મોટા જિરાફ જયારે અકેસીયાના વૃક્ષોના જંગલમાં તેમનાં ફૂલ ખાવા માટે વહેંચાઈ જઈને ચારે બાજુથી તૂટી પાડે છે તે ચારે બાજુથી વ્યવસ્થિત રીતે વહેંચાઈ જવાની પ્રક્રિયા Swarm ઇન્ટેલીજન્સ જ છે અને અને તેવા સમયે અકેસીયા ના વૃક્ષ સ્વબચાવ માટે જિરાફના હુમલાનો સંદેશો પોતાનામાંથી ઇથેલીન ગેસ છોડીને બીજા સાથીદાર વૃક્ષોને બચાવવા માટે કરે છે તે પણ Swarm ઇન્ટેલીજન્સ જ છે. આમ કુદરતના વિવિધ જીવમાં Swarm ઇન્ટેલીજન્સ સામાન્ય/ કોમન હોય છે. આ દરેક જીવમાં એકબીજાથી રખાતું સરેરાશ અંતરની ગણતરી અને સિદ્ધાંત ખુબજ અગત્યનો હોય છે અને તે કારણે આખી તેઓની ચહલ પહલની પ્રક્રિયા અસરકારક રીતે સફળ થાય છે. નાના મોટા દરેક જીવની આ કાબેલિયત ખુબજ તર્કસંગત હોઈ આખી પ્રક્રિયા સર્વજ્ઞાનમાં પરિણમે છે જે અસરકારક અને સફળ પરિણામ આપે છે. જે તે જીવનો સમૂહ એક લક્ષ્ય નક્કી કરે છે અને તેને પાર પાડે છે જે સમય જતાં એક અનુભવી પ્રક્રિયા બની તેમનામાં સ્કિલ વિકાસ પામે છે. લાખોની સંખ્યામાં તમે એક જાતના પ્રાણીના સમૂહને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતાં જોયા હશે જે સતત રસ્તા, પાણી, મગર, શિકારી પ્રાણી વગેરેને ભેદતાં હજારો માઇલ જતાં હોય છે. આ સામાન્ય દેખાતી પણ ખુબજ જટિલ પ્રક્રિયાનો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ (AI) ખુબજ મોટા પ્રમાણમાં અને વધુ ને વધુ સતત અભ્યાસ થઇ રહ્યો હોય છે. આ અભ્યાસનો ઉપયોગથી નવી શોધ કરી વિવિધ ઉપકરણોમાં કરવામાં આવે છે અને તેની પેટન્ટ પણ રજીસ્ટર કરાવવામાં આવેલી છે. માણસ, રોબોટ, મોટર કાર, ટ્રાફિક/ વાહન વ્યવહાર, પોલીસ માટે ટોળાની/ ભીડની વર્તણૂકનો અભ્યાસ જેવા વિવિધ વિષયોમાં આ અભ્યાસની ઉપરથી ઉપકરણો વિકસાવી તેનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી જે તે જટિલ પ્રક્રિયા શિસ્તબદ્ધ રચના કરેલી હોય તે રીતે ચાલે. એકસાથે એક જગ્યાએ ઘણી બધી લિફ્ટ હોય ત્યારે ઉપર જવા માટે બટન દબાવો ત્યારે એક સાથે બધી લિફ્ટ નીચે નથી આવી જતી અને નજીકની એકજ લિફ્ટ આવે છે તે બધી લિફ્ટ વચ્ચે પ્રોગ્રામ ડિઝાઇન કરે છે તે એક Swarm

ઇન્ટેલીજન્સ પ્રમાણે સેટ કરેલું હોય છે. અભ્યાસ સતત ચાલતા રહે છે અને નવી નવી જાણકારી અને તેઓ આધારિત શોધ થતી રહે છે.
આ જટિલ પ્રક્રિયાના અભ્યાસ માટે જે તે પક્ષી અને પ્રાણીની જટિલ પ્રક્રિયાને સમજી કોમ્પ્યુટર સિમ્યુલેશન/ કોમ્પ્યુટર અનુકરણ કરી પ્રયોગ કરવામાં આવે છે અને તેના આધારે નવી થિયરી શોધવામાં આવે છે. તેનો ઉપયોગ આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ (AI) ના રૂપમાં સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં ખુબજ પ્રમાણમાં થઇ રહ્યો છે. કુદરતની રચનાઓ કેટકેટલું શીખવી જાય છે!
ઉદાહરણ રૂપ ગુગલ કંપનીની ઓટોમેટિક મોટર કાર. જાતે ચાલતી નિર્ધારિત માર્ગ ઉપર જય શકે અને જો ઓચિંતો પ્રશ્ન ઉભો થાય તો અથડાય નહીં.
કુદરતની ખુબજ બારીક અને અકલ્પનિય રચનાઓ એવી રીતે રચાયેલી છે કે એક રચના બનાવતાં કુદરતે બીજા નવા પ્રશ્નો ઉભા નથી કર્યાં. માનવી એક શોધ કરે અને તે શોધના લીધે બીજા અને નવા પ્રશ્નો ઉભા કરે છે તે બહુ સામાન્ય અનુભવ છે. તે કારણે આજે સર્વત્ર કુદરતમાં પર્યાવરણના પ્રશ્નો બહુ ગંભીર બની બધા જીવ અને માનવજીવનના અસ્તિત્વ માટે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે, ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગ જે આજે એક ગ્લોબલ વોર્નિંગ બની ગયેલ છે.
(વિડિઓ અને ફોટોગ્રાફ્સ: સોશ્યિલ મીડિયા).

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve

In the Lap of Nature
(Nonfiction)
Author: Jagat Kinkhabwala (Save the Sparrows/Ghar Chidiya)
Author – Save the Sparrows
https://www.facebook.com/jagatkinkhabwala

Swarm Intelligence

The ability of birds and other creatures to fly and work in astonishing unison is dubbed as swarm intelligence.

It’s so amazing to see big and small group of birds flying in complete unison in high skies that we just keep looking at it. Nature has bestowed them with this ability from birth. Why don’t they ever fly in a haphazard manner? And never collide with each other. They don’t have a proper schooling for this nor does anyone teach them, but they achieve this ability while flying with their companions.

The definite use of this unity is seen in almost every type of small and big organism. Working in unison is a part of very small bacteria, ant species, fishes, large and small animals and other creatures’ way of life. Whenever we look at them, their group appears in a special attention –grabbing posture.

When migratory birds move in large groups, they help each other to fly. Keeping a safe distance from each other, they fly with discipline without colliding with each other. They travel in such a way that less energy is used. For this they keep old, sick, pregnant and very young birds in the middle while flying.
These creatures are capable enough of flying without colliding with each other and also handle the group even during adverse conditions like sudden strong winds, stormy weather or there is rain and even during stop overs at night and then again start the journey the next morning.

They do not even collide with birds flying next to each other when flying in large group; they just keep flying for thousands of kilometers with many birds in the same direction and rhythm, which is an integral part of their life cycle. During this process, keeping a safe distance, maintaining speed, constantly and alertly paying attention to each and every action of the bird flying next to you, keeping in mind the direction and time, making quick contact with the rest of the group according to the sudden difficulty, that is a great quality. To work together successfully and smartly at the same time is a unique quality that is in built in to their genes by the nature.

Such surprising qualities are also seen during the study of small ants. The ability to work as per the season and according to the orders of the queen of their colony in these small creatures is just like birds and the work they do is also amazing. The stature, capacity and capability of their brain are unimaginable. Ants and bees when go to collect the food, they stay in order so that there is uniform distribution of the food. The ant can lift 5000 times more than its own weight and can even drag a big creature when working together. This is also a good example of Swarm Intelligence. Small ants also take food or water lying on the leaves and eat or drink water together in such a way that it is distributed in an equal amount with its group. In the jungles of Africa, when the giraffes gather in the forest to eat the flowers of acacia trees, they equally divide themselves in all four sides. This is also a type of swarm intelligence. During such attacks by giraffes the acacia trees release an ethylene gas to signal the neighbouring trees about the impending crisis to save the fellow trees. This is also a type of swarm intelligence. In this way, swarm intelligence is common in various organisms of nature.
The calculation and principle of the average distance maintained in each of these organisms from each other is very important and because of that the process of their entire movement is successful effectively. Due to this ability of every living being, small and big, being very logical, the whole process results in omniscience, which gives effective and successful results. Any group of organisms sets a goal and accomplishes it, which over time is an experiential process that develops skills in them.

You must have seen a group of one kind of animal in millions moving from one place to another, who travel thousands of miles by constantly navigating the roads, water, crocodiles, predatory animals etc.

This seemingly simple looking, complex process is being practiced more and more continuously in Artificial Intelligence on a very large scale. New inventions from this practice are used in various devices and their patents have also been registered.

Many devices are developed to aid the traffic police to monitor and regulate vehicle movement, traffic management and road user behavior which in turn will help create a robust and disciplined process to run the entire system. To talk about another situation, when there are many lifts installed at one place and we press the button, not all lifts comes down. It is only the nearest lift that comes down. With the help of Swarm intelligence a process is set among these lifts. Trials are always in process and new research is undertaken based on new information.

For the practice of this intricate process, the complex process of bird and animal is understood and used by doing computer simulation and based on that new theory is discovered. It is being used extensively in software and hardware in the form of Artificial Intelligence. We can learn so much from the creations of nature.

For example, the automatic motor car of the Google Company can go on a self-propelled prescribed route and not collide with a sudden obstacle enroute.

The creations of nature are so fine-tuned and unimaginable that no new complications or consequences arise because of any particular creation. On the other hand, it is observed that one invention by humans raises many other complications. Because of this, the questions of sustainable environment are becoming very serious in nature today, raising consequences for the existence of all living beings including humans, especially global warming which has now become global warning.

(Video and Photographs: Social Media)

Conserved; let’s breathe a sigh of relief in the lap of nature.
Love – Learn – Conserve

कुदरत की गोद में एकबार फिर
(Nonfiction)
लेखक : जगत कीनखाबवाला (सेव ध स्पेरोज़/ घर चिड़िया )
Author Save The Sparrows
https://www.facebook.com/jagat.kinkhabwala
Swarm Intelligence

पक्षिओं की तथा अन्य जीवों की उड़ने एवं काम करने की काबिलियत, अचंभित एकसूत्रता / Swam Intelligence

ऊँचे आसमान में पक्षिओं के छोटे और बड़े समूह को एकसाथ एक लय में उड़ते देख आनंदित और अचंभित हो उठते है, बस देखते ही रहे ! कुदरत ने उन्हें जन्म से ही कैसी काबिलियत दी है. वह क्यों कभी टेढ़े मेढ़े नहीं उड़ते, न कभी टकराते है ! वह कभी पाठशाला नहीं जाते, न ही कोई उन्हें सिखाता है, परन्तु अपने साथियों के साथ उड़ते उड़ते यह काबिलियत हांसिल कर लेते है.

इस एकसूत्रता का निश्चित उपयोग करीबन हर एक प्रकार के छोटे और बड़े जीव में देखने को मिलता है. बहुत बारीक बेक्टेरिया, चींटी के वल्मीक, मछलियां, बड़े और छोटे प्राणी एवं तरह तरह के जंतु में भी सामान्य तौर पर उनके जीवन का एक हिस्सा रहता है. जब भी देखें तब एक खास ध्यान आकर्षित करने वाली मुद्रा में उनका समूह दिखाई देता है.

माइग्रेटरी/ प्रवासी पक्षी जब बहुत बड़े समूह में स्थानांतर करते है, तब एकदूसरे को उड़ने में सहायता करते है, एकदूसरे से एक खास अंतर रख कर अनुशासन से उड़ते उड़ते टकराते नहीं, कम शक्ति इस्तेमाल हो इस तरह से सफर करते है, ऐसे में बिच में वह बूढ़े, बीमार, प्रेग्नेंट, बहुत छोटे पक्षिओं को रख कर सफर करते है.

उड़ते उड़ते आगे जाते वक्त अचानक तेज़ हवा चले, वातावरण तूफानी हो जाये, बारिश आये, ऐसी विपरीत परिस्थिति हो जाये, रात को कहीं ठहरने के लिए और अगली सुबह फिर से आगे बढ़ने के लिए एकदूसरे को समय रहते सूचित करना होता है और फिर भी ऐसी विविध प्रकिया में उड़ते उड़ते एकदूसरे से टकराये बगैर, खुद को और समूह को संभालने की काबिलियत उनके पास होती है.

वह समूह में एकदूसरे के साथ उड़ रहे हो तब पडोसी पक्षी के साथ टकराते नहीं, दिशा और लय में अलग अलग पड़ोसियों के साथ हज़ारों किलोमीटर तक उड़ते उड़ते आगे बढ़ते रहते है, जो उनके जीवनचक्र का एक महत्वपूर्ण हिस्सा है. इस प्रक्रिया में अंतर बनाये रखना, तेज़ी बनाये रखना, पडोसी की हर एक क्रिया पर निरंतर और सतेज हो कर हर पल ध्यान रखना, दिशा और समय का ध्यान रखना, अचानक आई मुश्किल के मुताबिक बाकी के समूह के साथ समय रहते तुरंत संपर्क साधना वह एक बहुत बड़ी काबिलियत है. हर एक सभ्य में एक ही समय एक साथ सफलतापूर्वक और चालाकी से काम करने की क्षमता और अनोखी खूबी है, जो कुदरत ने उन्हें उनके जींस में/लहू में दी है.

ऐसी ही खूबियां बहुत छोटी चींटी के अभ्यास के दौरान अचंभित कर देती है. ऋतु के मुताबिक उनके वल्मीक में और वल्मीक की रानी द्वारा दिए गए कार्य करने की सुचना का पालन करने की क्षमता, पक्षिओं की तरह ही इन छोटे जीवों में होती है, और ऐसे छोटे जीवों का कार्य भी अद्भुत होता है. उनके दिमाग का कद/size, क्षमता और काबिलियत अकल्पनीय होती है. चींटियां और मधुमख्खियां आगे बढे और आहार लें तब एकसमान वितरण हो, इस तरह क्रम में रहते है, न की टूट पड़ते है. चींटी अपने वज़न से 5000 गुना ज़्यादा वज़न उठा सकती है और वह एकजुट हो कर बड़े जीव अथवा खुराक को खिंच कर ले जाती है, तब साथ मिल कर कार्य पूरा करती है, वह भी Swarm इंटेलिजंस है. छोटी छोटी चींटी खुराक या पत्तों पर पड़ा पानी भी लेती है और अपने समूह के साथ एकसमान मात्रा में वितरण हो इस तरह इकठ्ठा हो कर खाती या पानी पीती है. अफ्रीका के जंगलों में बहुत बड़े जिराफ जब एकेसिया के वृक्षों के जंगलों में उनके फूल खाने के लिए एकत्रित हो कर चारों तरफ से टूट पड़ते है, वह चारों तरफ से उचित रूप से विभाजित होने की प्रक्रिया swarm इंटेलिजंस ही है, और ऐसे समय पर एकेसिया के वृक्ष स्वबचाब के लिए जिराफ के हमले का संदेस अपने में से एथेलिन गैस छोड़ कर अन्य साथी वृक्षों को बचाने के लिए करते है वह भी Swarm इंटेलिजंस ही है. इस तरह कुदरत के विविध जीवों में Swarm इंटेलिजंस सामान्य/ कॉमन होती है.

इस हर एक जीव में एकदूसरे से रखे जाते औसतन अंतर की गणना और सिद्धांत बहुत महत्वपूर्ण होता है और उस कारण उनकी सम्पूर्ण गति की प्रक्रिया असरकारक रूप से सफल रहती है. छोटे बड़े हर एक जीव की यह काबिलियत बहुत तार्किक होने के कारण पूरी प्रक्रिया सर्वज्ञान में फलित होती है, जो असरकारक और सफल परिणाम देती है. किसी भी जीव का समूह एक लक्ष्य तय करता है और उसे पूरा करता है, जो समय के साथ एक अनुभवी प्रक्रिया हो कर उनमें स्किल विकसित करती है.

लाखों की संख्या में आप एक प्रकार के प्राणी के समूह को एक जगह से दूसरी जगह स्थानांतर करते देखा होगा, जो निरंतर रस्ते, पानी, मगरमच्छ, शिकारी प्राणी इत्यादि को भेद कर हज़ारों मीलों का सफर तय करते है.

सामान्य लगती इस जटिल प्रक्रिया का आर्टिफिशियल इंटेलिजंस (AI) का बहुत बड़े पैमाने पर, ज़्यादा से ज़्यादा और निरंतर अभ्यास हो रहा है. इस अभ्यास से नयी खोज करके उसका उपयोग विविध उपकरणों में किया जाता है और उसकी पेटेंट भी रजिस्टर की गई है.

इंसान, रोबो, मोटर कार, ट्रैफिक/वाहन व्यवहार, पुलिस के लिए समूह के / भीड़ के बर्ताव का अभ्यास, जैसे विविध विषयों में इस अभ्यास पर आधारित उपकरण विकसित करके उनका उपयोग कैसे करना, जिससे वह जटिल प्रक्रिया अनुशाषित रचना की हो वैसे चलती रहे. एक साथ एक जगह पर बहुत सारी लिफ्ट हो तब ऊपर जाने के लिए बटन दबाने पर एकसाथ सभी लिफ्ट निचे नहीं आ जाती और नज़दीक की एक ही लिफ्ट आती है, ऐसा सभी लिफ्ट के बिच प्रोग्राम डिज़ाइन किया जाता है वह Swarm इंटेलिजंस के मुताबिक सेट किया होता है. अभ्यास निरंतर चलते रहते है और नयी नयी जानकारी और उनके आधारित खोज होती रहती है.

इस जटिल प्रक्रिया के अभ्यास के लिए पक्षी और प्राणी की जटिल प्रक्रिया को समझ कर कम्प्यूटर सिम्युलेशन/कम्प्यूटर अनुकरण करके प्रयोग किया जाता है और उसके आधारित नयी थियरी की खोज होती है. उसका उपयोग आर्टिफिशियल इंटेलिजंस (AI) के रूप में सॉफ्टवेर और हार्डवेर में बहुत प्रमाण में हो रहा है. कुदरत की रचनायें कितना कुछ सीखा जाती है !

उदाहरण के तौर पर गूगल कम्पनी की ऑटोमेटिक मोटर कार. स्वयं सचालित निर्धारित मार्ग पर जा सके और अचानक खड़े हुए प्रश्न पर टकराये नहीं.

कुदरत की बहुत ही बारीक और अकल्पनीय रचनाएं इस तरह रची गई है कि एक रचना बनाते समय कुदरत ने अन्य नए प्रश्न खड़े नहीं किये है. इंसान एक खोज करता है और उस खोज के कारण अन्य नए प्रश्न खड़े हो जाते है, वह आम अनुभव है. उस कारण आज सर्वत्र कुदरत में पर्यावरण के प्रश्न बहुत गंभीर हो कर सभी जीव और मानवजाति के अस्तित्व के लिए प्रश्न खड़े कर रहे है, खास कर के गोबल वॉर्मिंग जो आज एक ग्लोबल वॉर्निंग बन गई है.

(वीडियो और फोटोग्राफ्स: सोशियल मिडिया)

आओ कुदरत की गोद में रहत की साँस लें.

स्नेह रखे – सीखें – संजोयें
Love – Learn – Conserve

TejGujarati