ફેટ થી ફિટ થવું શક્ય છે. : અભિનેત્રી નિલમ પ્રજાપતિ
તેજ ગુજરાતી ન્યૂઝ અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

ગાંધીનગરનાં નિલમ પ્રજાપતિ ગુજરાતનાં જાણીતાં એવાં અભિનેત્રી છે. જેમણે પોતાનાં વજન વિશે વાત કરવામાં બિલકુલ શરમ આવતી નથી. અભિનેત્રી નિલમ પ્રજાપતિ નાં જૂનાં વિડિયોઝ અને ફોટાઓ સોશ્યલ મીડિયા પર શેર કરતાં રહે છે. જ્યારે તેમનું વજન વધારે હતું. નિલમ પ્રજાપતિ લોકોને પ્રેરિત કરવાં માંગે છે. કે, ફેટ થી ફિટ થવું શક્ય છે. અભિનેત્રી નિલમ પ્રજાપતિ જણાવે છે કે, જ્યારે તેમણે શરૂઆત કરી હતી ત્યારે તેમની ખાણીપીણી ની ટેવ અને જીવનશૈલીને બદલવી અશક્ય લાગતી હતી.
ફિટ થવું તેમનું સપનું હતું અને પછી તેમણે આ સપનાઓને એક ઝનૂન બનાવી દીધું, ત્યાર પછી શરૂઆત કરી તનતોડ મહેનત નો સિલસિલો.
ઝનૂન અને મહેનત નું પરિણામ છે કે, આજે ગાંધીનગરનાં જાણીતાં અભિનેત્રી નિલમ પ્રજાપતિ ફિટ છે, પણ સાથે સુપરહિટ પણ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •