રાજનીતિ આધારિત “ષડયંત્ર” પહેલી ગુજરાતી મલ્ટીસ્ટાર વેબ-સિરીઝ છે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

શેમારુમી પર 24 જૂને રિલીઝ થતી આ વેબસિરીઝમાં રોહિણી હટંગડી, અનુરાગ પ્રપ્પન , અપરા મહેતા , વંદના પાઠક, દિપક ઘીવાલા જેવા અનેક કલાકાર છે. 8 એપિસોડની આ સિરીઝમાં રાજકીય કાવાદાવા રમતા અનેક કલાકારો છે. ષડયંત્ર વેબસિરિઝનું ડિરેક્શન ઉર્વીશ પરીખ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ આ વેબ સિરીઝ ભાવિની ગાંધી ( પિંક પરપલ પ્રોડક્શન) અને શેમારૂમી દ્વારા પ્રોડ્યુઝ કરવામાં આવી છે. નોંધનીય છે કે ભાવિની ગાંધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ” લંડન કોલિંગ” ,” કાચીંડો” જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે.

“અગાઉ ક્યારેય આ પ્રકારની ગુજરાતી વેબ સિરીઝની કોઈએ કલ્પના કરી નહીં હોય. આ વેબ સિરિઝનું શૂટિંગ જયપુરમાં કરવામાં આવ્યું છે. મારી કારકિર્દીમાં પ્રોડ્યુઝર તરીકે પ્રથમ ગુજરાતી વેબ સિરીઝ હોવાથી હું ખૂબ જ ઉત્સાહિત છું – ભાવિની ગાંધી – પ્રોડ્યુસર – પિંક પરપલ પ્રોડક્શન

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •