માનવતા હજુ જીવે છે..જુઓ માનવતાની અદભુત કહાની..

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર હેલ્થ

જામનગર

માનવતા હજુ જીવે છે..જુઓ માનવતાની અદભુત કહાની..

કોણ કહે છે માનવતા દુનિયામાંથી મરી પરવારી છે. આજેય પણ દેશભરમાં ક્યાંક ખૂણે માનવતાની જ્યોતિ પ્રજ્વલિત જોવા મળી રહી છે.. આવો જોઈએ માનવતાની મહેકની અદભુત કહાની

જ્યારે જ્યારે કપરી મુશ્કેલી કે આપદા આવે ત્યારે જમીન પર વસવાટ કરતા માનવીની પરીક્ષાનો સમય જોવા મળે છે અને આવા સમયમાં માનવતા જ્યારે જીવંત બની એકબીજાના સાહિયારે જોડાય ત્યારે વ્યક્તિ પ્રત્યેના નિષવાર્થ સેવાકીય લાગણી સાથે સહકાર રૂપે જોડાય છે. વાત કરીએ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં હાલ કોરોના જેવી પરિસ્થિતિમાં પોતાના ઘરની હેર કટીંગની દુકાન કરી ગુજરાન ચલાવી પશુ-પક્ષીઓ તથા ગરીબ લાચાર મજબૂર નીરાઘાર તથા ઘેલા અસ્થિર મગજના લોકોને સેવા આપતા એવા જીતુ ભાઈ વલ્લભભાઈ વાણંદની. જીતુ ભાઈ માટે જે શબ્દોનો ઉલ્લેખ કરીએ તે ઓછો પડે છે. છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષોથી જીતુભાઈનો એક જ ધ્યેય છે હંમેશા અસ્થિર મગજના લોકો માટે સેવા કરવી. જ્યાં નિસહાય, અસ્થિર મગજના લોકો જોવા મળે ત્યાં સેવા માટે જીતુ ભાઈ પહોંચી જાય અને આ સેવા આપવા બદલ લાલપુર તાલુકાના મોભી અશાેક ભાઈ રવજીભાઈ ભેંસદળીયા પણ પૂર્ણ સહકાર આપે. એ પછી ભલે દવા હોય કે પછી નાણાંકીય જરૂર હોય અશોકભાઈ પણ જીતુ ભાઈની સેવા માટે ઘેલા જેમનું કોઈ ન હોય, કોઈ વાલીના હોય તેવા નીરાઘાર લોકોના દવાના ખર્ચ બાબતે તેમા એક થી પચાસ હજાર સુધીની છુટ આપી મદદ માટે તત્પર રહે છે.

હાલ ચાલી રહેલ કોરોના જેવા કપરા સમયમાં સેવા આપવી એ એક માનવતાનું ઊદાહરણ જ કહેવાય. ક્યાંય એવા નિરાધાર રસ્તા પર પોતાનું જીવન વ્યતીત કરતા લોકો નું સાંભળવા કે જોવા મળે જીતુભાઇ પહોંચી જાય અને તેને નવડાવી, બાલ દાઢી કરી અથવા તેમને લાગેલ ઘા ની સારવાર કરી, દવા લગાવી ડ્રેસિંગ કરી અને જરૂર પડે તો દવાખાને લઈ જઈ તેઓ સ્વસ્થ રહે તે માટે પોતાની નિષવાર્થ સેવા આપતા નજરે પડે છે.
હાલના કપરા સમયમાં મહામારી થી માનવીની કમર તૂટી છે છતાંય પોતાના આત્મવિશ્વાસ સાથે સેવાકીય પ્રવૃત્તિ કરનાર જીતુ ભાઈ આજેય અડીખમ પોતાની સેવા બજાવી રહ્યા છે. રસ્તાઓ પર રહેનાર અને જેમનું કોઈ ન હોય તેવા ગરીબ લોકો માટે જીતુભાઇ પોતાની નિષવાર્થ સેવા બજાવી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે દેશમાં આવા લોકો જેઓ પોતાના કર્મ ને જ લક્ષ્ય બનાવી આવી સેવા આપતા રહે છે જેના થકી આજે કોઈ પણ મુશ્કેલી આવે રાજ્યના આવા નાગરિકો હંમેશા તે કર્મ પૂરું કરવા તત્પર રહે છે. ધન્ય જે જીતુભાઇની જનેતા ને જેમના થકી આજે તેઓ આવા ગરીબ લોકો માટે પોતાની સેવા આપી પોતાની માનવતાની ફરજ નિભાવી રહ્યા છે. આજે આવા અન્ય લોકો થકી ભારત દેશ તેમજ ગુજરાત રાજ્ય હંમેશા કોઈ પણ મુશ્કેલીમાં એકસાથે એક બની ઉભું રહેતા જોવા મળે છે જેના માટે પ્રત્યેક નાગરિક માટે છાતી ગજ ગજ ફુલાઈ જાય એમાં કોઈ સંદેહ નથી. જીતુભાઈની આ અનોખી અપ્રતિમ નિષવાર્થ સેવા માટે તેમને ધન્ય સાથે સૌ સૌ સલામ છે..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •