ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે ‘સેવા હી સંગઠન’ ઉપક્રમે થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે ‘”બ્લડ ડોનેશન કેમ્પ'” યોજાયો.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

આજરોજ ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે ‘સેવા હી સંગઠન’ ઉપક્રમે થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે ‘”બ્લડ ડોનેશન કેમ્પ'”માં પ્રદેશ સંગઠન મહામંત્રી માનનીય શ્રી ભીખુભાઈ દલસાણીયા સાહેબ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ માનનીય શ્રી પ્રશાંતભાઈ કોરાટની અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ગાંધીનગર દક્ષિણના કર્મઠ ધારાસભ્ય માનનીય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ માનનીય શ્રી રૂચિરભાઈ ભટ્ટ, પ્રભારી માનનીય શ્રી મોહનભાઈ પટેલ, મહામંત્રીશ્રી માનનીય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માનનીય ગૌરાંગભાઈ વાઘેલા તથા વોર્ડ નં.10ના પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ અને ઉમેદવારશ્રીઓ તેજલબેન નાયી, ભૂપતસિંહ ગોહિલ, મીરાબેન પટેલ, મહેન્દ્રભાઈ દાસ, ભાજપના અગ્રણી આગેવાનો-પદાધિકારીઓ આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ માનવીય સેવાકીય કાર્યમાં
સૌ રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ ઉપરાંત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વના સૌથી મોટા ‘રસીકરણ અભિયાન’ અંતર્ગત વેક્સીન કેમ્પમાં પ્રદેશ સંગઠન મહામંત્રી માનનીય શ્રી ભીખુભાઈ દલસાણીયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં મારા કોબા ગામના 102 વર્ષીય વડીલ શ્રી અતુબેન હેમંતભાઈ મન્સૂરી સ્વદેશી રસી લઈ અન્ય સૌ ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા. કોરોના વાયરસથી બચવા રસી અમોધ શસ્ત્ર છે. આ ભારતીય રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને તેની કોઈ આડઅસર થતી નથી ત્યારે સૌ નાગરિકોને નમ્ર અરજ છે કે સ્વદેશી કોરોના રસી સ્વૈચ્છિક લઈ ગુજરાત અને ભારતને કોરોના મુક્ત બનાવવામાં સહયોગ આપે.

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે દેશના સર્વાધિક લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના કેન્દ્રીય વડપણ હેઠળ તેમજ રાજ્યમાં સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં શહેરો-ગામડાઓમાં કોરોના અંગે જાગૃતિ લાવવા સોશ્યિલ ડિસ્ટન્સિંગ, ફરજીયાત માસ્ક તેમજ વારંવાર સાબુથી કે હાથ સેનિટાઇઝ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરીએ તેમજ પાત્રતા ધરાવતા વ્યક્તિઓમાં ફરજીયાત રસીકરણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •