પી.આઇ.યુ. હેલ્થ વિભાગના ઇજનેરોના પડતર પ્રશ્નો તથા માંગણીઓ અંગેની રજુઆત.

ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

પી.આઇ.યુ. હેલ્થ વિભાગના ઇજનેરોના પડતર પ્રશ્નો તથા માંગણીઓ અંગેની રજુઆત બાબત. જયભારત સાથે જણાવવાનુંકે ઉપરોકત સંદર્ભિત પત્ર અન્વયે પી.આઇ.યુ. હેલ્થ વિભાગમાં કામ કરતાં ઇજનેરોના પડતર પ્રશ્નો તથા માંગણીઓ જેવીકે (૧) પગાર વધારો (૨) કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવી (૩) કાયમી નોકરી તથા તેને સંલગ્ન લાભો આપવા (૪) પગાર ધોરણમાં દર વર્ષ વાર્ષિક ઇજાફો આપવો તથા બીજી અન્ય માંગણીઓ ઘણા વર્ષોથી કરવામાં આવેલ છે. તે માટે વિભાગ અને સરકારશ્રીમાં વિવિધ આવેદન પત્રો પણ આપવામાં આવેલ છે, તેમ છતાં આજ દિન સુધી આ બધી માંગણીઓ કે પડતર પ્રશ્નો વિષયે સરકારશ્રી દ્વારા કોઇ સકારત્મક નિર્ણય કરવામાં આવેલ નથી. આજની મોંઘવારી તથા કોરોના કાળમાં ખૂબજ ન્યુનતમ વેતન સાથે કામ કરતા આ ઇજનેરોને ના છુટકે પોતાની માંગણીઓ સંતોષવા માટે ગાંધીચિંધ્યા માર્ગે સવિનય વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડેલ છે. ઉપરોકત વિષયને ધ્યાને લઇ આજ રોજ સમગ્ર ગુજરાત ખાતે પી.આઇ.યુ. (હેલ્થ)ના તમામ ઇજનેરો દ્વારા પોતાની ફરજ પર હાજર રહીને ફરજની કામગીરી ચાલુ રાખીને દરેક ઇજનેરોએ કાળી પટ્ટી બાંધી ગાંધીચિંધ્યા માર્ગે સવિનય વિરોધ પ્રદર્શન કરેલ છે, અને આગામી દિવસોમાં પણ આજ પ્રકારે વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. આજના આધુનિક સમયમાં પ્રિન્ટ મીડીયા, સોશયલ મીડીયા તથા ન્યુઝ ચેનલોના માધ્યમથી એક સામાન્ય નાગરીકનો અવાજ પણ સરકાર સુધી પહોંચી શકે છે તથા તેમને આપના માધ્યમથી ન્યાય મળે છે. તે માટે આપ સૌનો અગત્યનો ફાળો રહેલ હોય છે, માટે અમારી આ માંગણીઓ અને પ્રશ્નો આપના માધ્યમ થકી સરકારશ્રી સુધી પહોંચાડવામાં અમોને મદદરૂપ સાબિત થશો એવો વિશ્વાસ સાથે અમો આપને આ રજુઆત કરેલ છે. આપના સાથ અને સહકારની અપેક્ષા સાથે આપ સૌને અમારી નમ્ર અરજ. આપનો વિશ્વાસુ

બીડાણ – તા. ૧.૬.૨૦૨૧ના રોજ કરેલ કાર્યક્રમના -+પી.આઇ.યુ. હેલ્થ વિભાગના તમામ ઇજનેર
ફોટોગ્રાફ

TejGujarati