સાગબારા તાલુકાના માથા મોવલી ગામે
મહીંદ્રા બોલેરો પીકઅપ ગાડી પલ્ટી ખાઈ જતા બે મહિલાઓના ઘટના
સ્થળેજ કરુણ મોત
અન્ય 16ને ઇજા

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રાજપીપલા તા,30

સાગબારા તાલુકાના માથા મોવલી ગામે
મહીંદ્રા બોલેરો પીકઅપ ગાડીને અકસ્માત નડતા એમાં બે મહિલાઓના ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યા હતા જયારે એમાં બેસેલ અન્ય 16જણાને ઇજા થવા પામી હતી.
બનાવની વિગત અનુસાર સાગબારા
તાલુકાના સીમ આમલી ગામનાઆદિવાસી સમાજના લોકોનોમહારાષ્ટ્રના ગામમાં ફૂલહાર
કરવા ગયા હતા.ત્યારે ફૂલહાર કરી
પરત ફરતી વેળા એમની પિકઅપ
ગાડીને ગમખવાર અકસ્માત નડ્યો હતો.દેવમોગરાથી અમીયાર વચ્ચેપિકઅપ
ગાડીને પલટી ખાઈ જતા તેમાં બેસેલ 2 મહિલાનાં ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતાં. જ્યારે
16લોકોને ગંભીર ઇજા
પહોંચતાં નજીકની હોસ્પિટલમાં
સારવાર અર્થે ખસેડાયા હતા.આ અંગે સાગબારા પોલીસ મથકે
ફરીયાદી વસંતભાઈ વાંગરીયાભાઈ વસાવા રહે.સીમ આમલી (નવી વસાહત) તા.સાગબારાએ
આરોપીઓ
વસંતભાઈ સામજીભાઈ વસાવા રહે. સીમઆમલી (નવી વસાહત) તા.સાગબારાસામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ સાગબારા તાલુકાના માથા મોવલી ઉતરતી ઢોળમાં રોડ ઉપરપોતાના કબ્બામાંની મહીંદ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર I 26 T8465 ની પુરઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી હંકારતા હતા ત્યારે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડીમાં સવાર સોળ(૧૬) સ્ત્રી પુરૂષોને શરીરે ઓછી વત્તી ઈજાઓથઈ હતીજેમાં બે મહિલાઓના મોત નીપજતા કરુણાતિકા સર્જાઈ હતીજેમાં (૧)સાયનાબેનભામટાભાઈ બોંડાભાઈ વસાવા (ઉ.વ.આ.૧૮) તથા (૨) મનિષાબેન કાગડીયાભાઈ ગુજરીયાભાઈ વસાવા (ઉ.વ.આ.૨૧, બન્ને રહે.સીમઆમલી
(નવવસાહત)તા.સાગબારા,જી.નર્મદા,)
ને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓથતા બન્નેના કરુણ મોત નીપજ્યા હતા. આ અંગે સાગબારા પોલીસ મથકે અકસ્માત મોત ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

TejGujarati