યુજીવીસીએલ- પીજીવીસીએલ, એમજીવીસીએલ અનેડિજીવીસીએલ કંપની માં સરદાર ધામ તાલીમ સંસ્થા ના 18 તાલીમાર્થીઓ પસંદગી પામ્યા.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

જીએનએ અરવલ્લી: વિશ્વ પાટીદાર સમાજ સંસ્થાન સરદાર ધામ- કેળવણી ધામ સંચાલિત સ્પર્ધાત્મકતાલીમ કેન્દ્ર ના તાલીમ પામેલા પાટીદાર સમાજ ના 18 જેટલા યુવાનો ગુજરાત ની યુજીવીસીએલ-એમજીવીસીએલ-પીજીવીસીએલ અને ડિજીવીસીએલ કંપની માં જુનીયર આસીટન્ટ ઇલેક્ટ્રિક તરીકે પસંદગી પામ્યા છે તે સંસ્થા કેળવણીધામ અને સમાજ માટે આનંદ સાથે ગૌરવની વાત ગણી શકાય.તમામ પસંદગી પામેલ યુવાનો ને સંસ્થા ના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા,ઉપપ્રમુખ નટુભાઈ પટેલ, ટી જે ઝાલાવાડિયા નિવૃત આઈ એ એસ અને મુખ્ય સંયોજક કેળવણીધામ અને સી એલ મીના નિવૃત આઈ એ એસ ડાયરેકટર કેળવણીધામ સહિત ના હોદ્દેદારો એ પસંદગી પામેલા તારલાઓ ને અભિનંદન આપ્યા હોવાનું સંસ્થા ના મીડીયા કન્વીનર શ્રી મહેન્દ્ર પ્રસાદ દ્વારા એક અખબારી નિવેદન માં જણાવવામાં આવ્યું છે

TejGujarati