એ.સી.બી. ટોલ ફ્રી સફળ ટ્રેપ

ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

ફરીયાદી :- એક જાગૃત નાગરિક

આક્ષેપિત :
(૧) બ્રિજેશકુમાર રમેશભાઇ પટેલ, હોદ્દો : મેન્ટેનન્સ સર્વેયર,વગૅ-૩, નોકરી : સીટી સર્વેયરની કચેરી કઠલાલ, જી. ખેડા
(૨) રાહુલકુમાર પોપટલાલ પટેલ, હોદ્દો : ઇન્ચાર્જ સિરસ્તેદાર,વગૅ-૩ નોકરી : કપડવંજ સીટી સર્વેની કચેરી, જી. ખેડા

લાંચની માંગણીની રકમ :- રૂ. ૧૨,૦૦૦ /-

લાંચની સ્વિકારેલ રકમ :- રૂ. ૧૨,૦૦૦ /-

લાંચની રીકવર રકમ :- રૂ. ૧૨,૦૦૦ /-

ટ્રેપ તારીખ :- ૧૭/૦૫/૨૦૨૧

ટ્રેપનું સ્થળ :- કઠલાલ સીટી સર્વેની કચેરી, પ્રથમ માળ, મામલતદાર કચેરી કઠલાલ, જી. ખેડા

ટૂંક વિગત :- આ કામના ફરીયાદીશ્રીની મોજે કઠલાલ શહેર વિસ્તારમાં આવેલ ગોડાઉન નં.- બી/૪૭, બી/૪૮ તથા વિમલપાર્ક સોસાયટીમાં આવેલ પ્લોટ નં – ૧૦ જે મિલ્કતો ફરીયાદીશ્રીએ સને ૨૦૦૦ તથા ૨૦૦૩ માં ખરીદ કરેલ હતી જે ત્રણેય મિલ્કતોની કઠલાલ સીટી સર્વેની કચેરીમાં નોંધ પડાવવાની બાકી હોય ફરીયાદીશ્રીએ જરૂરી કાગળો અને આધાર પુરાવા સાથે અરજી કરેલ હતી જે અનુસંધાને આક્ષેપિત નં.- (૧) નાએ ફરીયાદીને તમારી મિલ્કતમાં નોંધ પડાવવા માટેના કાગળો અધુરા હોય તમામ દસ્તાવેજી પુરાવા લઇને આવજો તેમ કહી તથા આક્ષેપિત નં – (૨) નાએ ફરીયાદીને તમારી મિલ્કત નોંધણીની એપ્લિકેશનમાં સી.ટી. સર્વે નંબર લખેલ નથી એવુ જણાવતાં ફરીયાદીશ્રી આક્ષેપિત નં.- (૧) ની કચેરીએ રૂબરૂ મળવા જતાં આક્ષેપિત નં.- (૧) નાએ દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા ના હોય તો વ્યવહાર કરવો પડશે તેમ જણાવી રૂ. ૧૫,૦૦૦ ની લાંચની માંગણી કરેલ બાદ આક્ષેપિત નં.- (૧) નાએ ફરીયાદીશ્રીને આક્ષેપિત નં – (૨) સાથે ટેલિફોનીક વાતચીત કરાવતાં ફરીયાદીશ્રીએ રકઝક કરતાં અંતે બન્ને આક્ષેપિતોએ રૂ. ૧૨,૦૦૦ /- લાંચ પેટે આપી જવાનું જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં આક્ષેપિત નં.- (૧) ફરીયાદીશ્રી પાસેથી લાંચની રકમ સ્વિકારી પકડાઇ જઇ તથા આક્ષેપિત નં – (૨) નાએ પંચ રૂબરૂ લાંચની રકમ બાબતે ટેલિફોનિક સંમતિ આપી પકડાઇ જઇ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત…

નોંધ :- ઉપરોક્ત બન્ને આરોપીઓને એ.સી.બી. એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપ કરનાર અધિકારી :-

શ્રી જે. આઇ. પટેલ
પોલીસ ઇન્સ્પેક્ટર
ખેડા એ.સી.બી. પો.સ્ટે. નડીયાદ તથા ટીમ

સુપરવિઝન અધિકારી :-

શ્રી કે. બી. ચુડાસમા
મદદનિશ નિયામકશ્રી
એ.સી.બી., અમદાવાદ એકમ, અમદાવાદ

TejGujarati