‘‘તાઉ’તે’’ વાવાઝોડા સંદર્ભે સાંજે ૦૬-૩૦ કલાકની સ્થિતીએ
¤ ‘‘તાઉ’તે’’ વાવાઝોડા સંદર્ભે રાજ્યમાં રાહત-બચાવ માટે ૪૪ NDRFની ટીમો તૈનાત

ગુજરાત ટેક્નોલોજી ભારત સમાચાર

રાજ્યમાં ‘‘તાઉ’તે’’ વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત ૨૦ જિલ્લાઓમાં NDRFની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે ૨૦ જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ ૪૪ ટીમો તૈનાત કરાઇ છે.
દિલીપ ગજ્જર


TejGujarati