” કોરોના પોઝિટિવ અને મન પણ પોઝિટિવ ” – કુલીન પટેલ.(જીવ)

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ચૌદ દિવસ હોમ ક્વોરન્ટાઇન રહ્યો…
પહેલે દિવસ જ મારાં મન ને કમાન્ડ આપી દીધો કે મને સાદો તાવ છે અને ચૌદ દિવસ હોમ ક્વોરન્ટીન રહીશ એટલે મટી જવાનો છે..
અને ઘર નાં સભ્યો નો પૂરો સહકાર હતો…
સવારે ચા નાસ્તો બપોરે લંચ અને સાંજે ચા નાસ્તો અને રાત્રે જમવાનું…
અને રોજેરોજ સવારે યોગા, પ્રાણાયામ, કસરત, રોજ મોબાઈલ માં 2 km. સેટ કરી બેડરૂમ માં પલંગ ને ફરતે વૉક કરતો…
રોજે સવારે બે થી ત્રણ કલાક સુધી ચિત્રો કરતો અને કવિતા પણ લખતો…
Tv માં નેટફ્લિક્સ અને યૂટ્યૂબ પર ઇન્ટરનેશનલ આર્ટ એક્ઝિબિશન જોતો…અને Dr. B K Shivani સિસ્ટર નાં લેક્ચર સાંભળતો…
આમ કરતાં કરતાં ચૌદ દિવસનો વનવાસ પૂર્ણ કર્યો.અને કોવિડ નેગેટિવ થઈ બહાર આવી ગ્યો… ચૌદ દિવસ નાં વનવાસ થી ગણુંબધું શીખવા મળ્યું.. ત્રીસ ચિત્રો ની હોમ કેવોરન્ટીન સિરીઝ તૈયાર કરી દીધી….
ડોકટરે દવા આપી હતી એ લીધી એક અઠવાડિયું અને મન ને સ્વસ્થ રાખી તનને તંદુરસ્ત રાખી સરસ મજાનો આનંદ કરતાં કરતાં હોમ કેવોરન્ટીન સમય પૂરો કર્યો..મન મજબૂત અને તન તંદુરસ્ત હોય તો કોરોના કાંઈ નથી કરી લેવાનો..
માટે કોરોના થઈ ભયભીત નાં થવું….
તેને ભયભીત થયાં વગર ચૌદ દિવસ હસતા રમતાં કંઈક સર્જનાત્મક પ્રવૃત્તિ કરી કોરોના ને માત આપી શકાય છે..આ મારો અનુભવ છે…
માટે કોરોના પોઝિટિવ અવે તો ગભરાયા વગર સમય પસાર કરવો…..
કોરોના ક્વોરન્ટાઇન સમય દરમ્યાન એક કવિતા ની રચના કરી…
જે આપની સમક્ષ રજુ કરું છું…

કોરોના હોમ ક્વોરન્ટાઇન એ તો કમાલ કરી..
મસ્ત મોંજ કરનારાઓ ની જિંદગી બેહાલ કરી…
ખભે થી ખભો મિલાવીને ચાલવાવાળા ની અને દિલથી ગળે મળવા વાળાઓ ની આદત ને ખુલ્લેઆમ કત્લ કરી..
કોરોના હોમ ક્વોરન્ટાઇન એ તો કમાલ કરી…
મનુષ્ય જીવનમાં ગર્વથી વપરાતા “પોઝિટિવ” શબ્દ ની વ્યાખ્યા લેબોરેટરી નાં કોવીડ ટેસ્ટ નાં રિપોર્ટ માં દયાવાન કરી “નેગેટિવ” ને બલવાન કરી..
પોતાની જાતને પોઝિટિવ નું લેબલ લગાવી ફરતો રહ્યો હું,
અને પાછલા બારણે લેબોરેટરી નાં રિપોર્ટ માં પ્રવેશી ચૌદ દિવસ નાં હોમ કેવોરન્ટીન માં ધમાલ કરી..
કોરોના હોમ ક્વોરન્ટાઇન એ તો કમાલ કરી…
કાંઈ પણ કામ હોય તો અડધી રાત્રે કહેજો,
એવું કેનારા લોકોએ સંક્રમણ થવાનાં ભય થી ભયભીત થઈ પોતાની જાતને દૂર કરી,
પછી મૈં મારાં મનને “પોઝિટિવ” કરી,
બાર બાય દસ નાં બેડરૂમ ને હવાલે કરી..
કોરોના ક્વોરન્ટાઇન એ કમાલ કરી…
દવાઓ, મોબાઈલ અને ટીવી સિરિયલ ને સહારે જીવવાની નવી શરૂઆત કરી,
સારું હતું કે ચિત્રકાળા ની ટેવ હતી અને આ ટેવને સહારે ચૌદ દિવસ ભયમુક્ત હોમ કવોરન્ટીન આનંદમય પસાર કરી..
મોર્નિંગવૉક માટે પલંગ ની પ્રદક્ષિણા પારાવાર કરી…
બાર બાય દસ નાં બેડરૂમ ની બારી સ્વર્ગસમી સીડી લાગી અને દરવાજો જેલનાં સળિયા તણો લાગ્યો, પીવા માટે પાણી અને ખવામાટે થાળી,
માસ્કમુખે ઘરવાળીએ અડધો દરવાજો ખોલી પાસ કરી અને પુત્ર એ બે ગજ દૂરથી ખબર પૂછી સંબંધ ની સારવાર કરી…
કોરના હોમ ક્વોરન્ટાઇન એ કમાલ કરી…
કુલીન પટેલ ( જીવ )

TejGujarati