કોરોના મહામારી ના કારણે ગુજરાત ભરના બ્રાહ્મણો આ વર્ષે પણ પરશુરામ યાત્રાનું આયોજન નહીં કરે – ડૉ. યજ્ઞેશ દવે

સમાચાર

 

ભગવાન પરશુરામ જન્મોત્સવ ની ઉજવણી પોતાના ઘર આંગણે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવશે – ડૉ. યજ્ઞેશ દવે

 

પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દરેક ભૂદેવ એક પીપળાનો છોડ વાવીને તેનું જતન કરવાનો સંકલ્પ લેશે – ભરતભાઇ રાવલ

 

જય મહાદેવ સહ જણાવવાનું કે આગામી 14/05/2021 ના રોજ અખાત્રીજ ના દિવસે ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજી નો પ્રાગટ્ય દિવસ છે. બ્રાહ્મણકુળ શિરોમણિ સમસ્ત સૃષ્ટિના કલ્યાણ અર્થે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે ભગવાન પરશુરામજીનુ પ્રાગટ્ય થયેલ છે. અને આજે પણ તેઓ પૃથ્વી ઉપર વિધ્યમાન છે જે આપણા સૌના માટે આશિર્વાદ સમાન છે.

 

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના મહામંત્રીશ્રી ડૉ. યજ્ઞેશ દવે દ્વારા જણાવવામાં આવ્યું કે વર્તમાનમાં પરીસ્થિતિ ને ધ્યાને લઈને સમગ્ર ગુજરાત ભરમાં ગત વર્ષ ની જે આ વર્ષે પણ પરશુરામ યાત્રા નું આયોજન કરવામાં આવશે નહીં. તેમજ પ્રવર્તમાન કોવીડ – કોરોના મહામારીમાં પ્રાણવાયુ (ઓક્સિજન)નું કેટલુ મહત્વ છે તે આપણે સૌએ અનુભવ્યું છે અને તેથી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા સમાજના તમામ સ્નેહી, સ્વજનો અને કાર્યકર્તાઓને વિનંતી કરવામા આવે છે કે “આપણે સૌ જ્યા પણ હોઈએ ત્યા સંધ્યાકાળ દરમ્યાન દીપ પ્રગટાવી દાદા પરશુરામ ની આરાધના કરીએ અને કોરોનાની સરકારશ્રી દ્વારા જાહેર કરવામા આવેલ ગાઈડ લાઇનનું પાલન કરીએ અને વધુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા વિના સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પ્રાથના કરીએ.

 

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના અધ્યક્ષ શ્રી ભરતભાઇ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પોતાના સ્વમુખે કહ્યું છે કે “વૃક્ષોમાં હુ પીંપળો છુ” આમ સમાજ માટે સદૈવ પ્રાણવાયુ આપતા રહેલા પીપળાના વૃક્ષનું પૂજન પણ ભગવાન વિષ્ણુના પૂજન સમાન ગણવામા આવેલ છે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર આપણા સૌના આરાધ્ય ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિવસ વૈશાખ સુદ ત્રીજ તા. ૧૪/૦૫/૨૦૨૧, શુક્રવાર (અખાત્રીજ )ના દિવસે ભગવાનના જ અવતાર રૂપ પવિત્ર વૃક્ષ તરીકે મનાતા પીંપળાના છોડ વાવીએ અને વૃક્ષારોપણ કરેલ પીંપળાના છોડને ઉછેરવાની જવાબદારી લેવાની પ્રતિજ્ઞા પણ લઇ સમગ્ર ગુજરાતમા ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરીએ.

 

સૌ ભૂદેવો આપણા પૂર્વજ ઋષિમુનિઓએ આપેલ “વસુધૈવ કુટુંબક્મ” ની ભાવના અને “સર્વે સન્તુ નિર્માયા…” ની વિચારધારાને ચરીતાર્થ કરી બ્રહ્મસમાજનુ ગૌરવ વધારીએ …એ જ અભ્યર્થના…

 

આશા છે કે આપ સૌ કુશળ હશો. જય પરશુરામ… જય મહાદેવ

ભરતભાઈ રાવલ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)

 

 

TejGujarati