“નિઃસ્વાર્થ માનવ સેવા જ પરમ ધર્મ”
“સમય સમય બળવાન હે નહીં મનુષ બલવાન,
કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ”. લેખક-જયેશ શ્રીમાળી પલિયડ મોડેલ સ્કૂલ સાણંદલેખક-જયેશ શ્રીમાળી પલિયડ મોડેલ સ્કૂલ સાણંદ

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર


નદીઓના વહેણ બદલાય જાય તો આપણને ખબર પડી જાય છે,પણ સમયનું વહેણ ક્યારે બદલાય એનું કાંઈ નક્કી નથી,સમય ક્યારે કોને ક્યાં લઇ જાય એની પણ કુદરત કોઈને અણસાર પણ આવવા દેતી નથી.મનુષ્ય પોતાના સ્વાર્થ માટે ક્યારે પલટી મારે ક્યારે બદલાઈ જાય કુદરતને ક્યારે નુકશાન પહોંચાડે એનું પણ ક્યાં નક્કી હોય છે.જ્યારે કુદરતનું મનુષ્યનું દુઃખ પહોંચાડવું એ માત્ર પરિવર્તન અને મનુષ્ય અને પર્યાવરણના હિત માટે જ હોય છે.અને એ પણ મનુષ્ય ના સ્વાર્થનું જ પરિણામ હોય છે.પરંતુ.ગમે એ પરિસ્થિતિમાં મનુષ્ય દ્વારા કરવામાં આવેલા નિઃસ્વાર્થ સારા કર્મનું ફળ મળે જ છે અને ગીતા માં પણ કહેવામાં આવ્યું છે.
કર્મનું દર્શન કરાવતો ભગવદ ગીતાનો આ શ્લોક મને ખૂબ જ ગમે છે,
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
(બીજો અધ્યાય, શ્લોક ૪૭) આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે,કર્મ કરવું જ તારા હાથમાં છે તેના ફળસ્વરૂપ શું પરિણામ આવશે તે નક્કી કરવાનું તારા હાથમાં નથી.આથી ફળની ચિંતા કર્યા વગર પોતાનું તમામ ધ્યાન અને શક્તિ માત્ર કર્મ પર કેન્દ્રિત કર. કોઈ સારું પરિણામ મળવાથી કર્મ કરવાનું બંધ ન કરવું જોઈએ પરંતુ તેમાંથી વધારે સારા કાર્ય કરવા માટેની પ્રેરણા મેળવવી જોઈએ. આવો જ સત્ય ઘટના પર આધારિત એક નિઃસ્વાર્થ કર્મ નો જીવતો જાગતો દાખલો જેમાંથી આપણે ખરેખર પ્રેરણા લઇ આપણે હંમેશા કોઈપણ સ્વાર્થ વિના લોક ઉપયોગી,કોઈને મુશ્કેલીમાંથી બહાર લાવવા પ્રયત્ન કરવો જોઈએ. એક સરસ કહેવત છે

“કોઈની આંતરડી કે આત્મા ઠરશે તો ભગવાન ગમે એ સ્વરૂપે તમારા કાર્ય માં એહ પુરશે.”
બરાબર રાત્રીના બાર વાગ્યાની આસપાસ મોખાસણથી કલોલ જવાના રસ્તા પર બે મિત્રો પોતાની ગાડી લઈને જતા હતા ત્યાં મોખાસણની સીમમાં જ એમની ગાડી બગડે છે અને જેમ તેમ કરીને એ બંને મિત્રો ગાડીને ભાદોલ પેટ્રોલ પંપ પર લઈ આવે છે અને કદાચ પેટ્રોલ પૂરું થઈ ગયું હશે એમ સમજી પેટ્રોલ પણ પુરાવે છે તેમ છતાં ગાડી ચાલુ થતી નથી.અને કંટાળીને બસ એમ જ ગાડી પાસે ઉભા રહી છે ગાડી બીજા મિત્રની હોઈ એમને સવારે પહોંચાડવી જરૂરી હતી એમ વિચારી ગાડી ચાલું કરવાની બહુ કોશિશ કરે છે પણ ગાડી ચાલુ થતી નથી.એવામાં એક 20-25 વર્ષનો યુવાન રાત્રે નોકરી પરથી છુટેલો થાક્યો પાક્યો પોતાના બાઇકમાં પેટ્રોલ પુરાવવા આવે છે અને પેટ્રોલ પુરાવી નિકળતાં નિકળતાં એ યુવાનની નજર ગાડી પાસે ઉભેલા બંને મિત્રો પર પડે છે અને એમને પૂછે છે,શું થયું છે ભાઈ?ત્યારે એ મિત્રોએ ગાડી બગડી છે એવો જવાબ આપે છે ત્યારે તરત જ એ યુવાન ગાડી પાસે જઈને બંને મિત્રોને ગાડી ચાલુ કરવા માટે બેટરી ચેક કરી બેટરી બદલવામાં મદદ કરે છે અને છેવટે ગાડી ચાલુ થઈ જાય છે.અને કોઈપણ સ્વાર્થ વગર એ અજાણ્યા બે મિત્રોની મદદ કરી ત્યાંથી ચાલ્યો જાય છે.
આ વાતને લગભગ ત્રણ ચાર મહિના વીતી ગયા છે ગાડી વાળા બે મિત્રો પાસે પેલા મદદ કરેલા ભાઈનો કોઈ કોન્ટેકટ કે કશું નથી અને વાત પણ ભુલાઈ ગયી હતી.
હાલની કોરોનાની મહામારીમાં અત્યારનો સમય ખુબ જ ગંભીર ચાલી રહ્યો છે.આવી વિકટ પરિસ્થિતિમાં દરરોજ 5-7 માણસ ને કોઈપણ નાત જાતના ભેદ વગર કોઈપણ ડિપોઝિટ વગર‌ ઓક્સિજનની બોટલ માટેનો સેવાયજ્ઞ જેમાં કોઈપણ વ્યક્તિને‌ બોટલ માટે ઈમરજન્સીમાં વ્યવસ્થા કરવા તેમના ગામના અરવિંદભાઈ દલાલ (સાબરમતીના ધારાસભ્યશ્રી) ના સાથ સહકારથી બોટલની વ્યવસ્થા ઈમરજન્સીમાં તેમની ઓળખાણથી કોઈપણ જગ્યાએ થી ઓક્સિજનની બોટલ અપાવે છે.તેમને ગમે ત્યારે ફોન કરીએ તો તરત જ આપણે જવાબ આપે છે.આવી વિકટ પરિસ્થિતિમાં તેમની માનવતા પ્રત્યેની મહેક પ્રસરી ઊઠે છે.ત્યારે જોગાનુજોગ પેલા બાઇકવાળા ભાઈના બાપુજીને તાત્કાલિક ઓક્સિજનની જરૂર હૉઈ તેમના મોટાભાઈને ગાડીવાળા ભાઈ સાથે મિત્રતા હોઈ તેમને એક ઓક્સિજનની બોટલની વ્યવસ્થા કરવા માટે રાત્રે 8 વાગે કોલ કરે છે ત્યારે સેવાકાર્ય લઈને બેઠેલા ગાડીવાળા ભાઈએ ઓક્સિજનની બોટલની વ્યવસ્થા કરી આપે છે.ત્યારે એ ઓક્સિજનની બોટલ લેવા માટે તેમના મોટાભાઈ સરનામું આપી બોટલ લેવા મોકલે છે ત્યારે બાઇકવાળા ભાઈ એ ગાડીવાળા ભાઈને ઓળખી જાય છે કે તમે પેલી ગાડીવાળા જ ભાઇ છો ને ?ત્યારે કુદરતની કરામતની સમજ પડે છે કે એ દિવસે કોઈપણ સ્વાર્થ વગર બાઈકવાળા ભાઈએ આપણને મદદ કરી હતી તો આજ એનું ફળ આવા કપરા સમયમાં જ્યાં એક ઓક્સિજનની બોટલ મેળવવી કેટલી મુશ્કેલ છે ત્યારે એમના બાપુજીને એ ગાડીવાળા ભાઈ જે રાત દિવસ જોયા વગર જરૂરિયાતવાળા દર્દીને ઓક્સિજનની બોટલ પુરી પાડે છે એમની પાસે થી જ આજ બાઇકવાળા ભાઈને મદદ મળી ગયી.અને એમના બાપુજી ને ઓક્સિજન આપવામાં આવ્યો.
કુદરત ક્યારે કોને કઈ રીતે ક્યાં શું મદદ કરે એની કોઈને ખબર નથી.એટલે ક્યારેય કોઈને સ્વાર્થ વગર મદદ કરો આજ નહીં તો કાલ એનું ફળ એવા સમયે મળે છે જેની આપણે ક્યારેય ઉમ્મીદ ના કરી હોય.ક્યારેય વગર કારણે કોઈની લાગણીઓને કે કોઈના દિલને ઠેસ પહોંચાડવી નહીં.કોઈની મદદ થી આવેલા આંસુ જો તમને લાખ દુવાઓ આપી શકે છે તો વગર કારણે કોઈની આંખોમાંથી આપણાં લીધે આવેલા એ આંસુ આપણી બરબાદી અને આપણાં દુઃખનું કરણ પણ બની શકે છે.માટે જીવન મળ્યું છે તો સબંધ અને માનવતાની મહેકને ફેલાવવી જોઈએ.અને આપણાથી બની શકે તો આવી કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં કોઈપણ ફળની આશા રાખ્યા વિના સ્વાર્થ વગર કોઈની મદદ કરવી જોઈએ અને તો જ કુદરત રાજી રહેશે.
એ ગાડીવાળા ભાઈ બીજા કોઈ નહીં પણ મારા જ ગામ પલિયડના સેવાભાવી યુવાન શ્રી સંજયભાઈ(લકુ) શિવાભાઈ અને તમના મિત્રશ્રી જસવંતભાઈ પ્રહલાદભાઈ પટેલ હતા.અને બાઈકવાળા ભાઈ બીજા કોઈ નહીં પણ લેખકશ્રી જયેશ શ્રીમાળી પલિયડના કાકાના દીકરાશ્રી દીપકભાઈ દલપતભાઈ શ્રીમાળી હતા.એક જ ગામના હોવા છતાં અજાણ્યા સમજી કોઈપણ સ્વાર્થ વગર કરેલ કર્મની આ સત્ય ઘટના છે જેની જાણ મને સેવાભાવી યુવાન સંજયભાઈ (લકુ)એ પોતે જ કરી હતી અને એમને જ આ લેખ લખવા માટે મને પ્રેર્યો કે આવા નિઃસ્વાર્થ કર્મીઓને ક્યારેય જીવનમાં કોઈ તકલીફ પડતી નથી ભગવાન હંમેશા તેમની સાથે જ હોય છે ક્યાં ક્યા સમયે તેમના કર્મનું ફળ આપી દે એ તો બસ કુદરત જ જાણે છે.
“ધન છે એ જન્મ ભૂમિ કે જ્યાં આવા નિઃસ્વાર્થ ભાવનાવાળા મનુષ્યો જન્મ્યા છે એ ભૂમિની રજ માત્રથી પવિત્રતાની અનુભૂતિ થાય અને ધન છે આવા વ્યક્તિઓના માતા-પિતાને કે જેમને આવા રત્નો આ ભૂમિને આપ્યા છે.”
सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःख भाग्भवेत्॥
લેખક-જયેશ શ્રીમાળી પલિયડ મોડેલ સ્કૂલ સાણંદ

TejGujarati