વિશ્વ મહામારીના સમયમાં અસંગઠીત
ક્ષેત્રના લોકોનું રક્ષણ કરવુ જરૂરી છે.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર


ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના અર્થશાસ્ત્ર વિભાગ ધ્વારા “અર્બન ઇનફોર્મલ સેક્ટર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ” વિષય ઉપર કોલેજનો ૩૦મો નેશનલ કક્ષાનો વેબીનાર યોજવામાં આવ્યો હતો. આ વેબીનારના મુખ્ય વક્તા તરીકે બેંગલોરની ક્રીસ્ટુજયંતી કોલેજના પ્રા.ડૉ.શિવા સુબ્રહમનિઅને કહ્યું હતુ કે દેશની પ્રગતીમાં અસંગઠીત સેક્ટરનું મહત્વ ખુબજ છે. સરકાર ધ્વારા આવા લોકોનું પુરૂ ધ્યાન અપાતુ નથી તથા ઘણીવાર શોષણ પણ થાય છે. પૂરતુ વેતન નથી મળતુ, તેમનું કોઈ ભવીષ્ય નથી હોતુ તથા જીવનધોરણ પણ ઘણું નીચુ રહે છે. કન્સ્ટ્રકશન તથા જાહેર કામોની સાઈટ ઉપર આવા અસંગઠીત સેક્ટરના લોકો જે કામ કરે છે તેઓના હક તથા અધિકારો તેઓને મળતા નથી જે ખરેખર અન્યાય છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે અસંગઠીત સેક્ટરના લોકો ગરીબાઈમાં જીવે છે કારણ કે તેઓમાં સ્કીલ બેઝડ શિક્ષણ હોતુ નથી તથા તેઓમાં સામાજીક જાગૃતિનો અભાવ હોય છે. આવતીકાલે મજૂરી મળશે કે નહી તેની અનિશ્ચિતતા હોવાથી તેઓ સતત ચિંતીત હોય છે. આવા લોકોનું શોષણ ના થાય તથા પૂરતા હક તથા અધિકારો મળે તેવા પ્રકારનું આયોજન થવુ જોઈએ. આજના વિશ્વ મહામારીના સમયમાં અસંગઠીત સેક્ટરના લોકોનું રક્ષણ તથા પુરૂ ધ્યાન અપાવવુ જોઈએ. આ નેશનલ વેબીનારના કોઓર્ડીનેટર પ્રા.મિનાક્ષી વર્માએ મુખ્ય વક્તાનો પરિચય આપી વિષયની પ્રસ્તાવના રજૂ કરી હતી

TejGujarati