રસી પહેલા રક્તદાન અંતર્ગત  રક્તદાન શિબિર સફળતા પૂર્વક પરિપૂર્ણ

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર


યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, બાપુનગર અમદાવાદ દ્વારા તા. 2-5-2021, રવિવાર, સવારે 9.30 થી 12.30 દરમ્યાન સરદાર પટેલ ડાયમંડ બ્રિજ નીચે, શ્યામ શિખર સામે, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ ખાતે  સંલગ્ન રેડક્રોસ બ્લડ બેંક યોજાયેલ રક્તદાન શિબિરમાં 16 રક્તદાતાઓ એ રક્તદાન કરીને માનવતાનું કાર્ય કરીને ફરજ બજાવી છે. ઉનાળાની ગરમીમાં કાયમ રક્તની અછત સર્જાતી હોય છે. મોટાભાગના રક્તદાતાઓ એ છે કે જેમને વેક્સીન લેવાની બાકી છે સૌને અભિનંદન. 
પારેવડા ગ્રુપના સંયોજક જીતેન્દ્ર પટેલે 65મી વખત રક્તદાન કર્યું છે.
સહયોગી સંસ્થાઓ
પ્રાઈમ સેવા ગ્રુપ # પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદ # પારેવડાં ગ્રુપ  # કરુણા ચેરીટેબલ ટ્રસ્ટ # સરસ્વતી નાગરિક સમાજ # શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ # શ્યામ શિખર # શાયોના આર્કેડ # સુખસાગર કોમ્પ્લેક્સ # પ્રાર્થના કોમ્પ્લેક્સ # અનંતા  ગ્રીન્સ નો ખૂબ ખૂબ આભાર.                                                                                                                       રક્તદાતાઓનો ઉત્સાહ જોઈને દરેક રક્તદાતાને જય વિઝન મોબાઈલ તરફથી ચાર્જીન્ગ કેબલ,  ઈંગ્લીશ વર્લ્ડ તરફથી સ્પોર્ટ્સ કેપ અને પ્રાઈમ ઇલેક્ટ્રોનિકસ તરફથી ટ્રાવેલીંગ પાઉચ ભેટ આપીને તથા ભાનુભાઈ કોઠીયા, જીગરભાઈ પટેલ, સોમાભાઈ પટેલ તથા જીતેન્દ્ર પટેલ હાજર રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા બદલ સૌને અભિનંદન.
મુકેશ પડસાળા, સ્ટેટ પ્રેસિડેન્ટ, યુથ હોસ્ટેલ્સ ગુજરાત રાજ્ય

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •