રાજપીપલા સ્મશાન ગૃહમાં માનવતા અને સેવાનું વહેતુ ઝરણું.લાકડાની મદદનો ધોધ વહ્યો

સમાચાર

નર્મદા વન વિભાગે માનવતાનું ઝરણું વહાવ્યું
6 ટેમ્પા ભરીને 1500 મણ સૂકું લાકડું રાજપીપળા સ્મશાન ગૃહ મા પહોચાડ્યું

રાજપીપલા, તા 2
રાજપીપલા સહિત નર્મદા જિલ્લા મા કોરોના વધતા જતા કેસોની સાથે મૃતકોની સંખ્યા ક્ર્મશ: વધી રહીછે. જે ચિંતાનો વિષય બન્યો છે. રોજે રોજ રાજપીપલા સ્મશાન ગૃહમા લાશોનો ઢગલો ખડકાઈ રહ્યો છે
ત્યારે મૃતક પરિવારો પણ કોરોનાના મૃતદેહો ને અડકે નહીં કે અગ્નીસંસ્કાર કરે નહીં ત્યારે સ્માશનમાં કોવિદ ના હરિજનો, અને રાજપીપલા વૈષ્ણવ વણિક સમાજના 6જેટલા યુવકો નિશ્વાર્થ ભાવે અગ્નીસંસ્કાર ની સેવા આપી રહ્યા છે તો બીજી તરફ રાજપીપલા સ્મશાન ગૃહ નું સંચાલન રાજપીપલા ના બે સેવાભાવિ મિત્રો સ્વ.સુહાગ મહેતા અને હાલ દર્શક પરીખ કામ કરતા હતા. સુહાગ ભાઈ આ સેવા કરતા સ્વર્ગે સિધાવ્યા છે ત્યારે માનવતાવાદી આ સેવા અને સંચાલનની જવાબદારીસેવા ભાવિ યુવાન સંચાલક દર્શક પરીખ હાલ નિભાવી રહ્યા છે.

દર્શક પરીખ જણાવી રહ્યા છે કે એક વખત બે વર્ષ પહેલા જયારે કોરોના નહોતો ત્યારે મૃત્યુ ની સંખ્યા નહિવત હતી રાજપીપલા ના ઇતિહાસ મા પહેલીવાર સ્મશાન ગૃહમાં કોરોના કાળમાં મૃતકો ની સંખ્યામા અનહદ વધારો થઈ રહ્યો છે. જેમાં રોજના સરેરાશ 5થી 7મૃતકોના અગ્નિસંસ્કાર રાજપીપલા સ્મશાન ગૃહમા કરવામાં આવી રહ્યા છે. પહેલા વેવમાં 31જણાના અહીં અગ્નિ સંસ્કાર કરાયા હતા પણ બીજો કોરોનાનો વેવ એવો તો ખતરનાક નીકળ્યો કેરોના. કોરોના મા મૃતકોનો અગ્નિ સંસ્કાર રોજ સરેરાશ 5થી 7ના ના મોત થઈ રહ્યા છે.કરુણતા કહો કે વિચિત્રતા કહો પણ પહેલીવાર સ્મશાન ગૃહમા લાશોનો ઢગલો ખડકાયો છે. અગ્નિસંસ્કાર માટે લાઈનો લાગે છે.બીજા વેવ મા આજદિન સુધીમાં સ્મશાન ગૃહના સત્તાવાર આંકડા પ્રમાણે કૂલ 124ના અગ્નિ સંસ્કાર કરાયા છે. છેલ્લા એક સપ્તાહમાં 37ના અગ્નિ સંસ્કાર કરાયા છે.ત્યારે એક બોડી દીઠ 15મણ લાકડાની જરૂર રહે છે અત્યાર સુધીમાં 2500મણ લાકડા ચિતામાં બળી ગયા છે હાલ સેવા ભાવિ લોકો પણ લાકડાનું ઉદાર હાથે દાન કરી રહ્યા છે. જેમાં હજરપુરા ના સેવાભાવી વ્યક્તિએ 100,મણ અને અન્ય ગ્રામ્ય વિસ્તાર ના એક દાતાએ પણ 100મણ લાકડાનું સ્મશાનને દાન કર્યું છે. તો બીજી તરફ નર્મદા વન વિભાગ પણ આ સેવાના યજ્ઞ મા જોડાયું છે. અને વન વિભાગે સૌથી વધુ 1500મણ લાકડાનું દાન આપ્યું સેવાનું ઝરણું વહાવી માનવવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવી જ રીતે અન્ય લોકો પણ ઉદાર હાથે સેવાના કામમા જોડાય તો સોનામાં સુગન્ધ ભળશે.
બીજી તરફ રાજપીપલા ના મા શક્તિ ગરબા ગ્રુપે પણ સ્મશાન સેવા અને લાકડા ખરીદવા માટે રૂ 1 એક લાખનું દાન આપ્યું છે. આમ રાજપીપલા મા માનવતાનું ઝરણું સતત વહેતુ રહે તો નગરના મોભીઓ અને સ્વજનોને અવ્વ્લ મઁઝીલે પહોંચાડવા મા કોઈ તકલીફ નહીં પડે

જો કે આ અંગે સંચાલક દર્શક પરીખે જણાવ્યું છે કે હવે અમે સ્મશાન મા ગેસની સગડી લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. જેની કિંમત 26 લાખ થવા જાય છે. આટલી મોટી રકમ ભેગી કરવી મુશ્કેલ જરૂર છે પણ અશક્ય તો નથી જ. જો લોકો સેવાના કામમા જોડાય અને ઉદાર હાથે દાન કરે તો એકાદ મહિના ગેસ ચેમ્બર આવી જશે.આમ હાલ રાજપીપલા સ્મશાન ગૃહ મા સેવા અને માનવતાનું ઝરણું વહી રહ્યું છે. કોણ કહે છે કે માનવતા મરી પરવારી છે ?

તસવીર :જ્યોતિજગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •