વોશિંગ્ટન ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્ર જોગ સંબોધનમાં લોકડાઉન જરૂરી ન હોવાનું કહી ચૂક્યા છે પણ દેશભરમાં મોટાભાગના લોકો લોકડાઉનની તરફેણમાં ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બની છે અને દેશભરમાં અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં ચાર લાખથી વધુ નવા કેસો આવ્યા છે. ભારતમાં કોરોના કેસોનો આ આંકડો એટલો ચિંતાજનક છે કે ખુદ અમેરિકા પણ હચમચી ગયું છે. અમેરિકાના મુખ્ય આરોગ્ય સલાહકાર ડો. ફૌચીએ ભારતને સલાહ પણ આપી છે કે ભારતમાં જે રીતે કોરોના નિરંકુશ બન્યો છે એ જોતા દેશમાં થોડા સપ્તાહોનું લોકડાઉન લગાવવું જરૂરી છે
