વિશ્વના ટોચના પ્રકાશક દ્વારા કૃષિ ક્ષેત્રમાં યુવા સંશોધનકારોને આંતરરાષ્ટ્રીય એવોર્ડ.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

તન્હા તળાવિયા (Indus University), ધરા શાહ (Indus University), નિવેદિતા પટેલ (Nirma University) અને હિતેશ્રી યાજ્ઞિક (Guj. Info Petro Limited) વિધાર્થીનીઓએ ડો. મનન શાહ (Pandit Deendayal Energy University) ના નેતૃત્વે હેઠળ વિષય “આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નું અમલીકરણ સિંચાઈ માં જંતુનાશકો અને હર્બીસાઈડેટ્સ” પર ૨૨ એપ્રિલ ૨૦૨૦ ના રોજ એલ્સેવિર જર્નલ માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પેપર ને ૮ મહિનાનાં સમયગાળામાં વિશ્વભરમાં ૩૩૦૦૦ થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે અને તેને ટોપ ડાઉનલોડ પેપર ઓફ થૅ યર ૨૦૨૦ નો એવોર્ડ આપવામાં આવ્યો છે.

આર્થિક ક્ષેત્રે કૃષિ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. કૃષિક્ષેત્રમાં ઑટોમેશન એ મુખ્ય ચિંતા અને ઉભરતો વિષય છે. વસ્તી માં ભારે વધારો થાય રહ્યો છે અને આ વધારા સાથે અન્ન અને રોજગારી ની માંગ પણ વધી રહી છે. જે પરાંપરાગત પધ્ધતિઓ ખેડૂતો દ્વારા ઉપયોગ માં લેવામાં આવતી હતી તે આ વધતી જરોરિયાતો ને પુરી કરવા માટે પૂરતી નહોતી. આથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરવામાં આવ્યો જે કૃષિક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવા સક્ષમ છે. આ તકનીકો દ્વારા વાતાવરણમાં પરિવર્તન, વસ્તીવૃદ્ધિ, રોજગારના પ્રશ્નો અને ખાદ્ય સમસ્યાઓ જેવા વિવિધ પરિબળો થી પાક ને સુરક્ષિત કરવામાં આવે છે. આ પેપર નો ઉદેશ્ય સિંચાઈ, નિંદણ, સેન્સર ની સહાય થી છંટકાવ તથા રોબોટ્સમાં અને ડ્રોન્સ થી અન્ય માધ્યમોનું ઓડિટ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ થી નોંધ કરવાનો છે. આ તકનીકો પાણી, જંતુનાશકો અને હર્બીસાઈડેટ્સનાં વધુ ઉપયોગ ને બચાવે છે, માનવશક્તિના કાર્યક્ષમ ઉપયોગમાં અને ઉત્પાદકતાને વધારવામાં અને ગુણવત્તામાં સુધારવામાં પણ મદદ કરે છે. આ પેપર ખેતી માં ઑટોમેશન નું વર્તમાન આમલીકરણ, રોબોટ્સ અને ડ્રોન્સ દ્વારા નીંદણ પ્રણાલી વિષે નું વિહંગાવલોકન મેળવવા માટે ઘણા સંશોધનકારોનાં કર્યો નો સર્વેક્ષણ કરે છે. ડોન્સ નાં અમલીકરણ ની ચર્ચા કરવામાં આવી છે તેમજ સ્પ્રે અને પાક મોનીટરીંગ માટે ડ્રોન્સ દ્વારા ઉપયોગ માં લેવામાં આવતી વિવિધ પદ્ધતિઓ વિષે પણ ચર્ચ કરવામાં આવી છે.

ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે કે જ્યાં કૃષિક્ષેત્ર GDP નાં ૧૮% હિસ્સો ધરાવે છે અને ૫૦% કર્મચારીઓને રોજગાર પૂરો પાડે છે. આ ક્ષેત્ર નાં વિકાસ થી ગ્રામીણ વિકાસ ને વેગ મળશે, જે ગ્રામીણ રૂપાંતરણ તરફ આગળ વધશે અને આખરે માળખાકીય પરિવર્તન તરફ લઈ જશે. આમ, કૃષિક્ષેત્રે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ભારતમાં અન્નસુરક્ષા પહોંચાડવા ઉપરાંત, કૃષિ સુધારણા, ભારતીય વસ્તીનાં ખુબ મોટા વર્ગેની સુખાકારીને હકારાત્મક અસર કરશે.

TejGujarati