રાજપીપળા,તિલક્વાડામા ભર ઉનાળે માટલા ઉધ્યોગને કોરોનાનુ
લાગ્યું ગ્રહણ.

ગુજરાત ટેક્નોલોજી ભારત મનોરંજન સમાચાર

બે વર્ષ થી કોરોનામાં માટલા ઉદ્યોગ મરણ પથારીએ

એડવાન્સ બનાવી રાખેલા ધૂળ ખાતા માટલા

રોજના ૫૦થી વધુ માટલાના વેચાણની સામે માંડ બે ચાર માટલા વેચાતા હોવાથી પ્રજાપતિ પરિવાર પણ
બેકારીના ખપ્પરમાં

તંત્ર દ્વારા ગામમા લારી દવારા ઘરે ઘરે માટલા વેચવાની પરવાનગી આપવાની માંગ.

રાજપીપળા,તા૨૯

હાલ ઉનાળાની શરુઆત થઈ છે ૪૦થી ૪૧ ડીગ્રી તાપમાનનો પારો ઉચે જઈ રહયો છે. ત્યારે ઉનાળામાં
ફીજને ટક્કર મારતા માટીના માટલાની માંગ વધતી હોય છે, એ માટે રાજપીપળા, તિલકવાડાના પ્રજાપતિ કારીગર ભાઈઓને તેમના માટલા ઉદ્યોગનેમાટલાનું ગ્રહણ લાગ્યું છે. ગયા વર્ષે પણ કોરોનામાં માટલા ઉદ્યોગને માર પડ્યો હતો. બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ ચાલુ રહ્યું છે.
કારીગર ભાઇઓએ બે મહીના અગાઉથી માટલા બનાવી વેચાણ માટે તૈયાર રાખ્યા હતા. માર્ચ એપ્રીલ માં માટલાનું વેચાણ
થઇ જશે એવી આશાએ માટલા બનાવી વેચાણ માટે તૈયાર રાખ્યા હતા ,પણ કોરોનાના સંકટમા લોકડાઉન થઈ જતાલોકો હવે ઘરની બહાર નીકળતા નહોવાથી માટલાનુ વેચાણ સાવ ઘટી ગયું છે, જેમાં રાજપીપળા તિલકવાડામાં
ભર ઉનાળે માટલા ઉધ્યોગને કોરીનાનુ લાગ્યું ગ્રહણ લાગ્યું છે.માટલા હાલ ધૂળ ખાઇ રહ્યા છે. રોજના ૫૦થી વધુ માટલાના વેચાણની સામે માંડ બે
ચાર માટલા વેચાતા હોવાથી પ્રજાપતિ પરિવાર હાલ લોડાઉનમા બેકારીના ખપ્પરમાં હોમાઈ રહયા છે. ત્યારે
કોરોના સંકટમાં તંત્ર દ્વારા ગામમાં લારી દવારા ઘરે ઘરે માટલા વેચવાની પરવાનગી આપવાની માંગ ઉઠી છે.

તસવીર:જ્યોતિ જગતાપ.રાજપીપળા

TejGujarati