અમદાવાદ કેવડીયા અમદાવાદ જન શતાબ્દી સ્પેશિયલ ટ્રેનના મુસાફરોને અભાવને કારણે કોચ ઘટાડવામાં આવ્યા.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

 16 કોચને બદલે હવે છ કોચ સાથે ટ્રેન ચાલશે.

 હાલ કોરોનાનો વધતા જતા કહેરને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે.ખાસ કરીને ટ્રેનમાં કોરોના સંક્રમણથી બચવા પ્રવાસીઓ પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે.જેને કારણે ટ્રેનો ખાલી દોડી રહી છે.ત્યારે રેલ્વે ટ્રેનમાં કોચ ઘટાડવાની જરૂર પડી છે.જેમાં અમદાવાદ કેવડીયા અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનના મુસાફરોને અભાવને કારણે ઘટાડવામાં આવ્યા છે. હવે 16 કોચના બદલે હવે છ કોચ સાથે ચાલશે .

 રેલવે સત્તાવાળાઓને જણાવ્યા અનુસાર  30 એપ્રિલથી અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ છ કોચ સાથે ચાલશે.પશ્ચિમ રેલ્વે દ્વારા 30 એપ્રિલ 2021 થી ટ્રેન નંબર 09247/09248 અમદાવાદ-કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ અને 09249/09250 અમદાવાદ- કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરોના અભાવને કારણે કોચ ઘટાડવામાં આવ્યા છે. 30 એપ્રિલથી આ ટ્રેનોમાં એક એસી ચેર કાર, એક વિસ્ટાડોમ,એક એક્ઝિક્યુટિવ ચેર કાર તથા એક સેકંડ સીટિંગ કોચ અને પાવર કાર તથા લગેજ વાન સહિત કુલ 06 કોચ રહેશે. આ અગાઉ આ ટ્રેન 16 કોચ સાથે ચલાવવામાં આવતી હતી.

 રિપોર્ટ :જ્યોતિ  જગતાપ, રાજપીપળા

TejGujarati