તારશે તારણહાર (કવિતા)
સોશિયલ મીડિયામાં મચી છે ધમાલ !
‘ ૐ શાંતિ ‘ લખવું પડે છે વારંવાર !!
હેપ્પી બર્થ ડે , હેપ્પી એનિવર્સરી , કોન્ગ્રેચ્યુલેશન્સ સાથે જ ૐ શાંતિ લખાય છે લગાતાર .
શુભ પ્રસંગના નિમંત્રણો પર ફરી છે કાતર !
ટેલિફોનિક બેસણાંની ચાલી છે રફતાર !!
ઈન્જેક્શન, એમ્બ્યુલન્સ, ઑક્સિજન, હૉસ્પિટલ અને સ્મશાનમાં પણ લાગી છે કતાર .
પદ, પૈસા, લાગવગ અને ઓળખાણ વાળાઓના……
અભિમાન અને અહમ પણ થઈ ગયાં લાચાર ,
પરિસ્થિતિનો લાભ લેનાર ધુતારા, સેવાના નામે મેળવે છે મેવા અપરંપાર .
હકારાત્મક શબ્દ ‘પોઝિટિવ’ પણ ,
નકારાત્મક વલણ અપનાવવા છે મજબૂર ,
ઉનાળામાં પણ ઉકાળા ! ચાલીસ ડીગ્રીમાં પણ નાસ લેવો પડે છે વારંવાર .
મગજ પર હથોડાની જેમ ઝીંકાતા નકારાત્મક …….
સમાચાર અને વીડિયોને કરો તડીપાર ,
અરજન્ટ કામ વિના ઘર ના છોડો , માસ્ક પહેરો અને હાથ ધોવો વારંવાર .
ચિંતાઓ છોડો તો જ ચિતાઓ ઠરશે ,
કુદરત લાવશે સૌના માટે નવી સવાર ,
લગાવો વેક્સિન, કરો મનપસંદ પ્રવૃત્તિ – ચિત્ર , નૃત્ય અને સંગીત સદાબહાર .
હાસ્યરસનું કરો સેવન, ડરને પૂરો ડબ્બામાં ,
સાચવી લેશે સૌને જગદાધાર,
પોઝિટિવ વિચારો થકી જ પોઝિટિવ રીપોર્ટ થશે નેગેટિવ, આપણને સૌને તારશે તારણહાર ……
ડૉ. હેમંત પંડયા (પ્રિન્સિપાલ) , રામેશ્વર સ્કૂલ, નિકોલ, અમદાવાદ,
