પદ્મશ્રી કવિ શ્રી દાદબાપુને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની શ્રધ્ધાંજલિ

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ગુજરાતને ગૌરવ અપાવનાર ઋષિતુલ્ય કવિવર દાદબાપુ આપણી વચ્ચે નથી રહ્યા તેવા સમાચાર આઘાત પમાડે તેવા છે.
જેમની કવિતાઓ એ પથ્થરમાં પ્રાણ પૂર્યા છે, પાષાણ હૃદયના પુરુષમાં એમણે દીકરીનો વહાલ વરસાવ્યો છે, હિરણ જેવી નદીને જીવંત બનાવી છે, અને આવા અનેક વિષયોને લઈને અગણિત કવિતાઓ ના સર્જક, જેમને કુંવારી કલ્પનાનો ઘૂઘાવતો મહાસાગર કહેવામાં આવે છે એવા અમારા માનવંતા કવિવર પદ્મશ્રી દાદ બાપુ એટલે કે શ્રી દાદુદાન મિશણ નો સ્વર્ગવાસ થયો છે.
આવા સહૃદય કવિ અને સર્જક એ પરમાત્માની પ્રતિકૃતિ જ કહેવાય, જેમણે પ્રકૃતિને પ્રેમ કર્યો છે, પ્રકૃતિના સાચા મૂલ્યો કવિતાના માધ્યમથી રજૂ કર્યા છે, તેવા કવિઓ પરમાત્માના વાહક હોય છે અને આવા કવિનો આત્મા પરમાત્મા માં લીન થાય છે .
આમ કવિ શ્રી દાદ આપણી સૌની વચ્ચેથી વિદાય લઈને પરમાત્મા ના ચરણ માં ગયા છે. તેમનો આત્મા પરમાત્માના તેજ માં લય પામે તેવી તેમના ચાહક તરીકે પ્રાર્થના કરીએ છીએ.
કવિશ્રી દાદ બાપુ વર્ષ 2021ના પદ્મશ્રી એવોર્ડી હતા.

  • કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા
TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •