મોરબી, વાંકાનેરનાં પાધર માંથી પસાર થતી વિશ્વ વિખ્યાત મચ્છુ નદીનાં પાણી માંજ એવી તાકાત છે કે તેનો નર એટલે માણસ જુદી માટીનો માણસ હોય છે તે બાહોશ લડવ્યો બહાદુર હોય છે તે વાંકાનેર ફરતે ડુંગરાઓ છે ચોમાસામાં લીલી ચૂંદડી ઓઢી વાંકાનેર બેઠું હોય તેવો બેનમૂન નઝારો જોવા મળે મચ્છુ નદી, પતાળીયા નદીનાં સંગમ કાંઠે વાંકાનેર વસેલું છે આ સિટી કોમી એકતાનું પ્રતિક છે આ સિટી વસાવા માટે નાગાબાવા અને શાહબાવાએ સૂચન કરેલ આજે પણ શાહબાવાના કલા નયન મિનારા છે તો નાગાબાવાનું સરસ મંદિર છે, વાંકાનેરમાં લગભગ ફિફટી ફિફટી હિન્દુ મુસ્લિમ છે તોય કદી તકરાર નથી થતી બધા ભાઈ ચારાથી રહે છે, આ વાંકાનેરનો હું વતની છું બોલો મને કેટલો આ સિટી પર નાઝ ગૌરવ હશે વાંકાનેરનાં પાધરમાં આવેલ ગઢિયા ડુંગર પર બિરાજતા કાલિકા માતાજીનું મંદિર છે ત્યાં જવા અંદાજે સવા ત્રણસો જેટલા પાકા પગથિયાં છે એક પ્રવાશન સ્થળ બની ગયું છે તેની તળેટીમાં Gayatri Shakti Peeth Wanknaer ગાયત્રી શક્તિ પીઠ આવેલ છે પીળા પીતાંબર જેવા રંગનું ભવ્યતાતિભવ્ય ગાયત્રી મંદિરે નિત્ય હું દર્શને જાવ ત્યાંનું કુદરતી સૌંદર્ય અદ્ભૂત છે ત્યાંના વૃક્ષો ને ભેટી પડું મંદિર સાથે મારી તસવીરો શેર કરું છું પ્રકૃતિ પ્રેમી ભાટી એન આજે કુદરતનાં ખોળે મોજે મોજ તસવીરો સાથે કરાવે છે, ગાયત્રી મંદિર, કાલિકા મતાદિનાં દર્શન કરી પુલકિત થાવ અને એક વાર ચોક્કસ ગાયત્રી મંદિરે આવો મહંત અશ્વિનભાઈ રાવલને મળો મળવા જેવા પ્રેમાળ માણસ છે અને ત્યાં પ્રસાદ લોં ભાઈ… ભાઈ… આપના દુઃખ દર્દ માં દૂર કરશે પણ ત્યાં ભાટી એન અને જેન્તીભાઇ ધરોડિયા મારા મોટાભાઈ કહું કે દોસ્ત અમારી જુગલ જોડી બાર વાગે ગાયત્રી મંદિરે હોય ત્યાં કડક મીઠી ચા પીએ આપ આવો ચા પીવા ચાહ પીવા વેલ કમ વાંકાનેર… આલેખન ભાટી એન ફોટો જર્નાલિસ્ટ
