કપલ ડાન્સ સ્પર્ધા

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન સમાચાર

કોવિડની બીજી લહેરમાં મનોદિવ્યાંગ બાળકો ઘરમાં પૂરાઈ ગયા છે.નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર હરિકૃષ્ણ સ્વામી સ્કૂલ ફૉર મેન્ટલી ડિસેબલ દ્વારા ઓનલાઇન આવા બાળકો માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.જેથી ભય- માનસિક દબાણની સ્થિતિ બાળકો માં ન આવે. આજરોજ કપલ ડાન્સ સ્પર્ધા ઑનલાઇન મનો દિવ્યાંગ બાળકો માટે રાખી હતી. જેમાં બાળક અને તેનીમધર ડાન્સ કરવાનો હતો. જુદા જુદા હિન્દી ગુજરાતી ગીતો પર માતા-બાળકે કપલ ડાન્સ કર્યો હતો.શ્રેષ્ઠ ડાન્સ કરનાર જોડીને ૨૦૦₹ ઇનામ ઓનલાઈન ચૂકવવામાં આવ્યું હતું. ભય સ્ટ્રેસને દૂર કરવાના ભાગરૂપે સંસ્થા દ્વારા આ કાર્યક્રમ ખાસ મનોદિવ્યાંગ બાળકો અને તેમની માતાઓ માટે આજ રોજ આયોજિત કરાયો હતો જેમાં પંદર કપલ ડાન્સ હતાં. * (નિલેશ પંચાલ) m-9824263608*

TejGujarati