બીસલેરીની જાહેરાતમાં શિક્ષકોની મજાક ઉડાવવામાં આવતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાલઘૂમ

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

https://m.facebook.com/story.php?story_fbid=3956496911108840&id=100002457093747


હમણાં થોડા દિવસોથી બીસલેરીની મીનરલ વોટરની નવી જાહેરાત આવી છે. જેમાં શિક્ષકની ઠેકડી ઉડાવવામાં આવી છે. જ્યારે સમાજમાં શિક્ષકનું એક આગવું સ્થાન છે ત્યારે આ જાહેરાત પોતાની પ્રોડક્ટ વેચવા માટે શિક્ષકને મજાક રૂપ બનાવી રહી છે. જેથી સમગ્ર ગુજરાતમાં આ જાહેરાતનો શિક્ષકો અને સમાજમાં વિરોધ થઈ રહ્યો છે. આ જાહેરાતના સામે ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ વિરોધ દર્શાવ્યો છે. તેમણે કંપનીએ લેટર લખીને આ જાહેરાત તાત્કાલિક અસરથી બંધ કરવા અને સમગ્ર શિક્ષક સમાજની માફી માંગવા માટે જણાવ્યું છે.

TejGujarati