76વર્ષના શાંતાબેન દલવાડીએ કોરોનાને હંફાવી દીધો. પોઝિટિવ એટીટ્યુડ હોય તો કોરોના પણ હાંફી જાય. – ગિરીશ બ્રહ્મભટ્ટ.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

મારા Friends Union ગ્રુપના એક મેમ્બર મિત્ર ચેતનાના નારણપુરામાં રહેતા મમ્મી(શાંતાબેન દલવાડી)ને ૫૦% ફેફસાંના ઈન્ફેકશન સાથે હોસ્પિટલમાં દાખલ કરેલા. ૭૬ વર્ષ ની ઉંમર, હાઈ બીપી, ડાયાબિટીસ , હાયપરટેંશન, અને ઓબેસીટી હોવા છતાં પણ એમના હસમુખા સ્વભાવ અને પોઝીટીવ એટીટ્યુડ ને કારણે ફક્ત ૬ જ દિવસમાં ૯૧ ઓકિસજન સાથે રજા લઈને રવિવારે ઘરે આવી ગયા. આજે એમનું આકિ્સજન ૯૬ છે. *બોલો કોરોના એમનું કંઈ બગાડી શક્યો!!* આવાં તો અનેક ઉદાહરણો છે. હું તો પ્રાર્થના કરૂં કે આપણાં દુશ્મનનેય કોરોના ના થાય. પણ જો તમારા કોઈ પરિચિતને થાય તો *એમને કોરોનાનો ડર ન લાગે એવું તમારે કરવાનું છે*. કારણ કે, લોકો ડરથી જ પડી ભાંગે છે. અને એને કારણે ઇમ્યુનિટી ડાઉન થાય છે. એનાં બદલે એમને એવો મેસેજ આપતાં રહો, કે *કોરોના કંઈ કરતો નથી, ખાલી થકવી ને હેરાન કરે છે. બસ થોડા દિવસ સખત થાક લાગશે, અશકિત લાગશે.* પણ અઠવાડિયા પહેલાં બધું સારૂં થઈ જશે… You think Positive and let the patient think positive. – ગિરીશ બ્રહ્મભટ્ટ

TejGujarati