ભારતીય પરંપરામાં કોઈ પણ શુભપ્રસંગનો પ્રારંભ સ્વસ્તિ ન ઇન્દ્રો…મંત્રથી થાય છે. આ મંત્રનો પહેલો શબ્દ એટલે સ્વસ્તિ, જેમાં સુ એટલે શુભ, મંગલ કે કલ્યાણકારી. અસ એટલે અસ્તિત્વ. એટલે શુભનું અસ્તિત્વ…..
આ ભાવના વ્યક્ત કરવા જે પ્રતિકનો ઉપયોગ થાય છે એ છે સ્વસ્તિક. સ્વસ્તિકમાં વૈદિક દેવો જેવા કે મેઘ, અગ્નિ, વાયુ, સૂર્ય, પૃથ્વી… આ બધી શક્તિઓનું અસ્તિત્વ અને મનુષ્યનું શુભ…દેવ અને મનુષ્યના અસ્તિત્વનું સુભગ સમન્વય એટલે સ્વસ્તિક.
સ્વસ્તિક ભારતીય પરંપરા સિવાય વિશ્વની તમામ પૌરાણિક સંસ્કૃતિઓમાં એક યા બીજા સ્વરૂપે હતાં. ભગવાન શિવનું ત્રિશૂળ હોય કે વિષ્ણુનું સુદર્શન પણ સ્વતિકનુ સ્મરણ કરાવે છે.
આપણે મહદઅંશે જમણી તરફ સ્વસ્તિક દોરતા હોઇએ છીએ, પણ ભારતીય સંસ્કૃતિમાં જમણી અને ડાબી, એમ બંને બાજુના સ્વસ્તિકનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જમણી તરફના સ્વસ્તિક એટલે ગણેશજી અથવા પૌરુષત્વનું પ્રતીક કહી શકાય પણ મહારાષ્ટ્રના કેટલાક કોંકણ જેવા વિસ્તારમાં ડાબી તરફના સ્વસ્તિક પણ છે, જે મા કાલીના પ્રતિક સમાન નારી શક્તિ દર્શાવે છે.
ભારતીય સ્થાપત્ય કળામાં સ્વસ્તિક ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. ઓરિસ્સાનું પ્રખ્યાત જગન્નાથ મંદિરનો આંતરિક ભાગ સ્વસ્તિક પર આધારિત છે. આ હિસાબે ભારતમાં એક કન્ફ્યુઝન હમેશા રહ્યું છે કે સ્વસ્તિક કોનું ગણપતિનું કે સૂર્યનું પ્રતીક છે? અથર્વવેદ કન્ફ્યુઝન દૂર કર્યું, સૂર્ય જ ગણપતિ છે….સવારે જે લાલાશ દેખાય છે એમાં જે કિરણ પ્રગટ થાય છે એ ગણપતિની સૂંઢ છે, જે વિશ્વની રચના કરે છે….દરેક વસ્તુનું યોગ્ય સમાધાન કરી આપવુ એ આપણે વેદકાલિન જ્ઞાન છે….
Deval Shastri?