શું તકલીફ છે સરકારને?? હું સરકારની સાથે છું…..- પ્રિયંકા ત્રિવેદી.

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સતત કોરોનાના કેસની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલ, સ્મશાન ગૃહોમાં વેઇટિંગની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે હાઇકોર્ટ, અમુક અંશે જનતા એવી માંગ ઉભી કરી રહી છે કે ગુજરાતમાં પણ દિલ્હી, રાજસ્થાન, યુ.પીની જેમ ફરી lockdownની જરૂર છે. જયારે ગુજરાત સરકાર lockdown આપવાના મૂડમાં નથી, ત્યારે હું અંગતપણે સરકાર સાથે છું. હું, મારી વાત કરું તો ગયા વર્ષે lockdownના લીધે અમારે ઘણી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું, જેના પગલે અનલૉક થયા પછી મારા husband અને મેં ભેગા મળીને એ નિર્ણય કર્યો કે હવે મારે પણ નોકરી કરવી પેડ તેમ છે., આથી મેં આ વર્ષે નોકરી શરુ કરી, મારા જેવા કેટલાય પરિવાર હશે કે જેમને અમારી જેમ ગયા વર્ષે આર્થિક સંકડામણનો ભોગ બન્યા હશે, જેમના નવા સ્ટાર્ટ અપ હશે, જેમને તેમના તથા તેમને ત્યાં કામ કરતા શ્રમિકોના ઘર ચલાવવાની જવાબદારી હશે, જેમના માટે WFH સિસ્ટમ શક્ય નથી અને જો એક સપ્તાહનું lockdown આવે તો તેમનો પગાર કપાય જે તેમને પોસાય એમ નથી, આથી આવા સમયે જેમને ઘરે રહેવું પોસાય એમ છે અથવા જેમના માટે WFH શક્ય છે તે લોકો સ્વયંભૂ ઘરે રહે અને જેને ઘરની બહાર આર્થિક ઉપાર્જન હેતુ ઘરની બહાર જવું પડે તેમ છે તેઓ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરે એ જ યોગ્ય વિકલ્પ છે.
આથી, વધુમાં વધુ લોકો રસી લે, ઇન્જેક્શન કે અન્ય દવાઓના કાળાબજાર ના કરે, શિસ્ત અને સંયમ જાળવે અને ડર્યા વિના સમજીને આ મહામારી સામે બચીને ચાલે અને સરકારના નિર્ણયમાં ભાગીદાર બને. – Priyanka Trivedi

TejGujarati