કોરોનામાં નેગેટિવિટી દૂર કરી પોઝિટીવ મેળવવા માટે શ્રેષ્ઠ મનોરંજન પૂરૂ પાડતું મેગ્નેટ મિડિયા

મનોરંજન સમાચાર

 

ગુજરાતી વેબ સિરિઝ ‘વાત વાતમાં’ શેમારૂ OTT પ્લેટફોર્મ પર ટુંકમાં શરૂ

લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

અમદાવાદ

મનોરંજન ચાહકો માટે આનંદના સમાચાર છે. છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીના કારણે સર્વત્ર નેગેટિવિટીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પોઝિટીવીટી લાવવા અને ફેમિલી સાથે મનોરંજન નિહાળી શકાય તે માટે મેગ્નેટ મિડિયા દ્વારા ગુજરાતી વેબ સિરિઝ ‘વાત વાતમાં’ ટુંકસમયમાં શરૂ થવા જઇ રહી છે. વાત વાતમાં વેબ સિરિઝ એ એક રોમેન્ટિક ટ્રેજેડિ સ્ટોરી છે. સાથે સાથે ફેમિલિ સાથે જોઇ શકાય તેવી આ શ્રેણી પ્રખ્યાત શેમારૂ પ્લેટફોર્મ પર રજૂ થશે જેનો દરેક દર્શકો લાભ લઇ શકે છે. ગુજરાતી મનોરંજનમાં શેમારૂ એન્ટરટેઇનમેન્ટ ગુજરાતમાં જ નહિં દેશ-વિદેશમાં પ્રચલિત બની છે ત્યારે તેની સાથે જોડાણ દ્વારા વધુમાં વધુ ગ્રાહકો સુધી

ગુજરાતી કલાકારો દ્વારા ગુજરાતીઓ માટે મનોરંજન પુરૂ પાડવા હંમેશા તત્પર રહ્યાં છે. મેગ્નેટ મીડિયા ફિલ્મ પ્રોડક્શન ફિફ્થ વેબ પ્રોડક્શનના સહયોગથી પોતાની સૌ પ્રથમ ગુજરાતી વેબ સિરીઝ ‘વાત વાતમાં’ ને ટૂંક સમયમાં શેમારૂ ઓટીટી પ્લેટફોર્મ પર લોકાર્પણ કરવાની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. શેમારુ સાથેના અમારા સહયોગથી અમે અને અમારી ટીમ ઉત્સાહિત છીએ અને દરેકના સમર્થન અને સહકારની રાહ જોતા હોઈએ છીએ.

ગુજરાતી દર્શકો સમક્ષ રસપ્રદ કન્ટેન્ટ ધરાવતી વેબ સીરિઝ રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ દ્વારા આજે ગુજરાતી વેબ સીરિઝ “વાત વાત મા” શ્રેણી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રોડ્યુસર ભાવેશ ઉપાધ્યાય અને ડાયરેક્ટર કર્તવ્ય શાહની સીરિઝમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી મુખ્ય ભુમિકામાં જોવા મળશે. તેમની સાથે ચેતન દહિયા અને કૃપા પંડ્યા સહિતના કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

પ્રોડ્યુસર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “ગુજરાતી વેબ સીરિઝ “વાત વાતમા” ની શ્રેણી રજૂ કરતા અમે ખુબજ ઉત્સાહિત છીએ. આજે દર્શકોની કન્ટેન્ટ સંબંધિત પસંદગીઓમાં ઝડપથી બદલાવ જોવાઇ રહ્યો છે તથા ઓટીટી પ્લેટફોર્મ ઉપર ઘણી ઓછી ગુજરાતી સીરિઝ છે તેવી સ્થિતિમાં અમારી નવી સીરિઝ દર્શકોને ફ્રેશ અને શ્રેષ્ઠ કન્ટેન્ટ પૂરી પાડશે તેવો મને વિશ્વાસ છે. મેગ્નેટ મીડિયા ફિલ્મ પ્રોડક્શન કંપની ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષામાં ફિલ્મોનું નિર્માણ કરે છે અને વિદેશોમાં તેનું ડિસ્ટ્રિબ્યુશન પણ કરે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં મેગ્નેટ મીડિયા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિષ્ઠિત બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે.

TejGujarati