? ઢળતી સાંજનો ઉગતો વિચાર. – નિલેશ ધોળકિયા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

? *ઢળતી સાંજનો ઉગતો વિચાર* *હું આજે લીલા નારિયેળ લેવા નીકળ્યો અને રસ્તાની બાજુમાં ઊભેલા તદ્દન અભણ લાગતા ફેરિયા પાસે પહોંચી ગયો. નારિયેળના ભાવ પૂછતાં જાણવા મળ્યું કે ૪૦ રૂપિયાનું એક નંગ હતું. પણ તરત એમણે મને કીધું કે – સાહેબ, જો તમારે ઘરમાં કોઈ બિમાર ન હોય અને માત્ર શોખ ખાતર પીતા હોવ તો અત્યારે આ નારિયેળ ન ખરીદશો, કેમકે સિવિલ અને બીજી હોસ્પિટલ માટે સેવાભાવી સંસ્થાઓ અને યુવાનોના અલગ-અલગ જૂથો નારિયેળ ખરીદીને હોસ્પિટલોમાં દર્દી સુધી પહોંચાડે છે. એટલે એવા, નારિયેળ જરૂરી છે તેવા લોકોને નારિયેળ પહેલા મળે એ જરૂરી છે. મને થયું કે આ ભાઈ તો માત્ર નારિયેળ વેચીને પૈસા નથી કમાતો પણ માણસાઈ વહેંચે છે ને આજીવિકા માટે નારીયેળ જેવી વસ્તુને વેચે છે. ઈમાનદારી અને સંવેદનાથી છલોછલ દુઆ અને પ્રાર્થના ય વહેંચે છે ! આ ઑલિયો માત્ર પૈસા નથી કમાતો પણ વેચતી વખતે એના મનમાં દર્દીઓની જરૂરિયાત વિશેની પરિસ્થિતિનો ખ્યાલ છે કે : _કદાચ જેને જરૂર નથી એ લોકો નારીયેળ પી જશે તો જેને જરૂર છે એને નહીં મળે તો !?!_* [ _રેમડેસિવિર કે ટોસિલીઝુમેબની કાળાબજારી કરનાર ‘ભણેલાઓને (!?!)’ સપ્રેમ_ ] ? ??

TejGujarati