“ભીમરાવ વિશ્વમાં પૂજાય છે”
કવિ-“શુકુન”જય પલિયડ.મોડેલ સ્કૂલ સાણંદ

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ સમાચાર

ભારત ભૂમિનો ભીમ આજે વિશ્વમાં પૂજાય છે,
એ જોઈ ભારતવર્ષ આજે ખૂબ ખૂબ હરખાય છે…2
કલમ એની ધારદાર શસ્ત્રો બુઠાં બધા થાય છે,
એ રાજાઓનો રાજા આજે વિશ્વમાં પૂજાય છે…2
ભારતભૂમિનો ભૂમિ…
માનવતાની મહેક કેવી રૂડિયે એના વસી ગયી,
મહિલા,અછૂત,વંચિતો કાજ નીંદ એની ઉડી ગયી.
સુખ સામું જોયું કદીયે નઇ, ને દુઃખોને ગણકાર્યા નઈ,
એ કાયદાનો તાજ થઈ આજે વિશ્વમાં પૂજાય છે.
ભારત ભૂમિનો ભીમ….
ફૂલો તણી વેદના જાણી પ્રકૃતિની સંવેદના,
એ જીવદયા પ્રેમીની તો વાલે કરી કેવી રચના.
ધર્મો બધા ભુલાવી દીધા,સમાનતા સૌને દીધી,
એ ભીમાબાઈનો પુત્ર આજે વિશ્વમાં પૂજાય છે.
ભારત ભૂમિનો ભીમ….
નથી દલિત કે અછૂત એતો વિશ્વ માનવ કેવાય છે.
એ દિનબંધુ દયાનો સાગર ભીમ થી ઓળખાય છે
જય ભીમ..ભીમ આજે એનો ઘોષનાદ થાય છે.
કવિ જયના રૂડિયામાં આજે ભીમ તો પૂજાય છે.
ભારત ભૂમિનો ભીમ….
કવિ-“શુકુન”જય પલિયડ.મોડેલ સ્કૂલ સાણંદ

TejGujarati